કરન્ટ ટોપિક / ચૂંટણીપંચ પર આરોપને બદલે બે દાયકાથી પેન્ડિંગ 40 સુધારા પર વાત કરો

Talk to the Election Commission, on the 40th of the 40th Payments, instead of the accused

divyabhaskar.com

Apr 24, 2019, 04:16 AM IST

ઈલેકશન ડેસ્ક (એસ વાય કુરૈશી): આચારસંહિતાના ઉલ્લંઘન અને પક્ષો-ઉમેદવારોના ગેરકાયદે વ્યવહારમાં આવેલા અચોક્કસ વધારાને કારણે ચૂંટણીપંચ પોતે તપાસના ઘેરામાં આવી ગયું છે. જોકે પંચ પોતાની બંધારણીય શક્તિઓનો મક્કમતાપૂર્વક ઉપયોગ કરી રહ્યું છે.

તેણે યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી પર 48થી 72 કલાક સુધી પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો. સાધ્વી પ્રજ્ઞા અને નવજોતસિંઘ સિદ્ધુને નોટિસ આપી પરંતુ પંચ પાસે અધિકાર ન હોવાની વાતનો તાર્કિક આધાર નથી. સુપ્રીમકોર્ટે પણ યાદ દેવડાવ્યું કે પંચ પાસે હંમેશાથી અધિકાર રહ્યા છે. જરૂરિયાત માત્ર કડક પગલાં છે.

જેમ કે કોઇ નેતાને નોટિસ મળે છે એ મીડિયામાં આવે છે. નેતાઓને પ્રતિબંધિત કરાતા ભયભીત થાય છે. ઐતિહાસિક રીતે જોવા જઇએ તો શરમજનક પ્રભાવને કારણે સિનિયર નેતાઓ માટે તો એડવાઇઝરી પણ મોટી વાત કહેવાય અને તે કોઇ પણ કાયદાકીય પ્રતિબંધથી વધુ કામ કરે છે. કેટલાક લોકો મોડેથી કાર્યવાહી અંગે પંચને ઘેરતા રહે છે. શું પંચે તાત્કાલિક કાર્યવાહી કરી? અત્યારે આ સવાલ નથી.

મહત્વનું એ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકની રીતને કારણે પંચ પર પહેલાં પણ સરકાર પ્રત્યે નરમ રહેવાના આરોપ લાગતા રહ્યા છે. પંચની વિશ્વસનીયતા અને તે અંગે લોકોના મત બદલવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે કોલેજિયમની જરૂરિયાતનો મુદ્દો લટકેલો છે.

વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસના પ્રતિનિધિત્વવાળું કોલેજિયમ જ આને આગળ લઇ જશે. લૉ કમિશનના 255મા રિપોર્ટ સહિત માજી ચૂંટણી કમિશનરો અને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓએ તેનું સમર્થન કર્યું છે.

નિમણૂકની સાથે જ ચૂંટણી કમિશનરોને હટાવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવાની પણ જરૂર છે. મુખ્ય ચૂંટણી કમિશનરને મહાભિયોગ સિવાય હટાવી શકાય નહીં. પંચને ત્રણ સભ્યોનું બનાવવું.

અત્યાર સુધીનો સૌથી સુધારો હતો પરંતુ વરિષ્ઠતાના આધારે બઢતી ન થતા તેઓ સરકાર પર નિર્ભર થઇ ગયા. સરકાર એક અક્કડ મુખ્ય ચૂંટણી કમિશનર પર અન્ય બે કમિશનરો જેટલો વોટિંગ અધિકાર દ્વારા નિયંત્રણ રાખી શકે છે. લોકોને એક સભ્યનું ચૂંટણીપંચ યાદ હશે. ત્રણ કમિશનરોને સમાન પ્રોટેક્શન હોવું જોઇએ, કારણ કે તેઓ સંયુક્ત રીતે પંચનું પ્રતિનિધિત્વ કરે છે.

આ બધા કરતાં એક અન્ય મુખ્ય મુદ્દો કાગળ પરના રાજકીય પક્ષો છે. દેશમાં અત્યારે 2300 રાજકીય પક્ષો છે. તેમાંના મોટા ભાગના માત્ર કાગળ પર કે નકલી છે. આવા પક્ષો માત્ર મની લોન્ડરિંગના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. આ એટલા માટે છે કે પાર્ટીઓને રજિસ્ટર કરનારા પંચની પાસે તેમને ડી-રજિસ્ટર કરવાનો અધિકાર નથી. પંચની આ માગને સાંભળવામાં આવતી જ નથી.

આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે નેતાઓના અસભ્ય અને ગેરકાયદે વ્યવહારને બદલે ચૂંટણીપંચ ચર્ચાનો હોટ મુદ્દો બનેલો છે. પંચ પર આરોપ લાગવાને બદલે બે દાયકાથી પડતર 40 ચૂંટણી સુધારા પર ગંભીરતાપૂર્વક ચર્ચાની જરૂર છે. પંચને પોતાની શક્તિઓ અંગે સુપ્રીમકોર્ટથી વધુ કોઇ રિમાઇન્ડરની જરૂર ન હોવી જોઇએ.

X
Talk to the Election Commission, on the 40th of the 40th Payments, instead of the accused
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી