ઉત્તર પ્રદેશથી ગ્રાઉન્ડ રિપોર્ટ / તાજવાળા આગ્રામાં ‘રાજ’ના મેનેજમેન્ટની પરીક્ષા

Taj Raja's management examinations in Agra

divyabhaskar.com

Apr 15, 2019, 08:12 AM IST

ઈલેકશન ડેસ્ક (દિનેશ જુયાલ): તાજનગરી આગ્રા અને ફતેહપુર સીકરીમાં પ્રારંભિક વ્યૂહરચના ભાજપ, કોંગ્રેસ અને ગઠબંધ ત્રણેયના મેદાનને અનુરૂપ હતી. જંગ તે થઇ રહ્યો છે, ઘણા દાવપેચ રમાઇ રહ્યા છે. હવે ચૂંટણી મેનેજમેન્ટ પર સઘળો મદાર છે. આગ્રામાં આ વખતે ફતેહપુર સીકરી વધુ મહત્વપૂર્ણ બેઠક બની ગઇ છે. આગ્રાથી બે વખત સમાજવાદી પાર્ટીના સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના પ્રદેશપ્રમુખ રાજ બબ્બરની સામે ભાજપે જાટ નેતા બાબુલાલ ચૌધરીની જગ્યાએ રાચકુમાર ચાહરને ઉતાર્યા છે.

રાજકુમારની ખાસિયત એ છે કે ઠાકુર વોટ બેંક પર તેમની પકડ દેખાય છે. બસપાએ અહીં ભગવાન શર્મા ઉર્ફે ગુડ્ડુ પંડિતને તક આપી છે. તેમને ઉતારવાનું મુખ્ય કારણ કાસ્ટ ફેક્ટર છે. અહીં ઠાકુરો પછી બ્રાહ્મણો નિર્ણાયક ભૂમિકામાં દેખાય છે. ગુડ્ડુને ટિકિટ એટલા માટે પણ મળી છે કે બસપાના કદાવર નેતા રામબીર ઉપાધ્યાયની ભાજપના નેતાઓ સાથે મિલીભગત ઘણી ચર્ચિત રહી છે. અન્ય દાવેદાર સીમા ઉપાધ્યાયે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો.

આમ, ગઠબંધનના ત્રણેય પક્ષ- સપા, બસપા અને રાલોદની જૂની વોટ બેંકને ગણી લઇએ તો આમને-સામનેના મુકાબલા માટે તેમની વ્યૂહરચના ખરાબ નહોતી પણ ગુડ્ડુની દબંગ ઇમેજ, બહારના હોવાથી તથા કેટલાક મોટા નેતાઓએ પક્ષ છોડતાં તેઓ ત્રીજો ખૂણો મજબૂતીથી બનાવી શકતા નથી.

આ તરફ રાજ બબ્બરે ત્રણ પૂર્વ ધારાસભ્યને તોડીને પોતાની સેના સજાવવાની શરૂઆત કરી હતી. ડૉ. ધર્મપાલની એત્માદપુરના તો ઠાકુર સૂરજપાલની સીકરીના ઠાકુરો અને જાટવો પર સારી પકડ મનાય છે. તે જ રીતે ભગવાન સિંહનો ખૈરાગઢના કુશવાહો પર સારો એવો પ્રભાવ મનાય છે. બુલંદ દરવાજા સામે બધા બુલંદીથી કહી રહ્યા છે કે બુલંદ નેતા તો બબ્બર જ છે.

કિલ્લાની બહાર હાઇવે પ્લાઝામાં યુવા વેપારી વિશાલ શર્મા યુવાનોના બદલાયેલા તેવર અંગે કહે છે. ખબર નહીં લોકો સત્ય સાંભળવા પણ નથી ઇચ્છતા. કિરાવલી, મિદાપુરમાં તો જાણે બધા સંઘના પ્રચારકો બેઠા છે. કોંગ્રેસની હવા બનાવવા માટે 15મીએ જરારમાં રાહુલ-પ્રિયંકાની રેલી રખાઇ છે. રાજ બબ્બરે જનતાના ફીડબેક મુજબ એક પ્રાદેશિક ચૂંટણીઢંઢેરો પણ બહાર પાડ્યો છે, જેમાં જૂના કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવા, નવા કોલ્ડ સ્ટોરેજ બનાવવા, બટાકાના પ્રોસેસિંગ યુનિટ અને ગ્રામીણ ક્ષેત્રમાં એક મોટા ઓવરબ્રિજનું પણ વચન અપાયું છે. રાજ બબ્બર તમામ વર્ગોમાં દેખાઇ રહ્યા છે તો ચાહર પણ દેખાઇ રહ્યા છે. મુકાબલો જોરદાર છે.

આગ્રામાં વિરોધનો સામનો કરી રહેલા રામશંકર કઠેરિયાને ઇટાવા મોકલાવનારા રાજ્યના મંત્રી પ્રો. એસ પી સિંહ બઘેલએ ધનગરોને અનામત કેટેગરીમાં મુકાવી સંસદમાં જવાનો માર્ગ મોકળો કરી લીધો. ભગવાન સિંહ રાવત અને પછી કઠેરિયાએ અહીં જે ભગવો ગઢ બનાવ્યો તે તેમની મજબૂતાઇ છે. વચ્ચે બે વખત રાજ બબ્બરે જરૂર અહીં સપાનો ઝંડો લહેરાવ્યો.

કોંગ્રેસમાંથી અહીં પૂર્વ ચીફ ઇનકમ ટેક્સ કમિશનર પ્રીતા હરિત મેદાનમાં છે પણ રાજ બબ્બર તેમને ખાસ મદદ કરી શકતા નથી. અહીં જ્યોતિરાદિત્ય સિંધિયાના રોડ શોની પણ કોઇ ખાસ અસર ન દેખાઇ. ભાજપ માટે આ 80% હિન્દુઓનું શહેર છે. બસપાને અઢી લાખ એસસી અને લગભગ તેટલા જ મુસ્લિમોના સહારે જીતની આશા છે. બસપાએ અહીં મનોજ સોનીને ટિકિટ આપી છે. અહીં સંઘ મોદીરાજ માટે સખત મહેનત કરી રહ્યો છે. તમામ પક્ષો છેલ્લા દિવસ સુધી રોડ શો દ્વારા માહોલ બનાવશે.

એએમયુવાળા અલીગઢમાં સાડા ત્રણ લાખ મુસ્લિમો છે, તેટલા જ એસસી-એસટી છે. તે બન્નેની કુલ સંખ્યા જેટલા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે. ચાર લાખ લોધ, યાદવ અને જાટ છે. અહીં પ્રિયંકાની અસર જોતાં માહોલ ગરમાવવા મોદીની રેલી રખાઇ.

ભાજપના વર્તમાન સાંસદ સતીશ કુમાર ગૌતમને પડકાર આપવા કોંગ્રેસે 12 ચૂંટણીનો અનુભવ ધરાવતા વિજેન્દ્ર સિંહને પાંચમી વખત મેદાનમાં ઉતાર્યા છે તો ગઠબંધનના અજીત બાલિયાન આ મેદાનનો ત્રીજો ખૂણો છે. મુસ્લિમ મતોમાં વિભાજન જોઇને ભાજપ હાલ ખુશ દેખાઇ રહ્યો છે. બાકી હવા તો અહીં પણ આખા વ્રજમાં છે એવી જ છે.

X
Taj Raja's management examinations in Agra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી