લોકસભા / ઉત્તર ગુજરાતનું અનોખું ગામ,એકલા વીરપુર ગામના વોટ લેવા માટે ‘24 રાજ્ય’ ફરવું પડે

વીરપુર ગામમાં હરિયાણા, આસામ, હિમાચલ, કેરળથી લઈને દેશના મોટાભાગના રાજ્યોના નામે સોસાયટી, મહોલ્લા આવેલા છે
વીરપુર ગામમાં હરિયાણા, આસામ, હિમાચલ, કેરળથી લઈને દેશના મોટાભાગના રાજ્યોના નામે સોસાયટી, મહોલ્લા આવેલા છે

  • હિંમતનગર પાસેના ગામમાં 24 રાજ્યોના નામ ધરાવતી સોસાયટી

Divyabhaskar.com

Apr 16, 2019, 12:32 AM IST

હિમતનગર: હિંમતનગરને અડીને આવેલ વીરપુર ગામના 24 વિસ્તારોને 24 રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોના નામ આપવામાં અાવ્યા છે અને દરેક પાર્કમાં રહેતા પરીવારોના નામ પણ બોર્ડ પર લગાવાયા છે 23 મી એપ્રિલે આ 24 રાજ્યોના મતદારો વીરપુર ગામમાં મતદાન કરનાર છે. વીરપુર ગામમાં મોમીન સમાજ અને અનૂસૂચિત જાતિના લોકોની મહત્તમ સંખ્યા છે અહીં કોઇ જાતિ, ધર્મ, સમાજનો ભેદભાવ જોવા મળતો નથી.

ગામમાં પ્રવેશતાની સાથે જ જોવા મળે છે અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામવાળા મહોલ્લા અહીના ફળીયા અા નામથી જ અોળખાય છે. કાશ્મીરથી લઇને કેરળ અને ગુજરાતથી લઇ મિઝોરમ સુધીના 24 જેટલા રાજ્યો કેન્દ્રશાષિત પ્રદેશના નામ આપવામાં આવ્યા છે.

ગામના ફારૂક ખણુશીયા જણાવે છે કે અમે નક્કી કર્યું હતુ કે કોઇ નેતા કે ધર્મના નામે અોળખ સીમીત કરવી નથી ત્યારબાદ ચર્ચાને અંતે ફળીયા - મહોલ્લાને વિવિધ રાજ્યોના નામ અાપવાનુ નક્કી કરવામાં અાવ્યુ.લોકસભાની ચૂંટણીનો દેશના 24 રાજ્યો -કેન્દ્રશાસિત પ્રદેશમાં એક સાથે અહી પ્રચાર કરવો હોય તો પણ થઇ શકે છે. વીરપુર ગામના લોકોના વોટ લેવા 24 રાજ્યોમાં જવુ પડે!

ગામમાં સમાયું નાનકડું ભારત: વીરપુર ગામમાં હરિયાણા, આસામ, હિમાચલ, કેરળથી લઈને દેશના મોટાભાગના રાજ્યોના નામે સોસાયટી, મહોલ્લા આવેલા છે.

X
વીરપુર ગામમાં હરિયાણા, આસામ, હિમાચલ, કેરળથી લઈને દેશના મોટાભાગના રાજ્યોના નામે સોસાયટી, મહોલ્લા આવેલા છેવીરપુર ગામમાં હરિયાણા, આસામ, હિમાચલ, કેરળથી લઈને દેશના મોટાભાગના રાજ્યોના નામે સોસાયટી, મહોલ્લા આવેલા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી