ગ્રાઉન્ડ રિપોર્ટ મરાઠાવાડા / અહીં પાણી જ મુદ્દો, મતોનો દુષ્કાળ પડવાનો છે... બંને પક્ષો ચિંતામાં

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 01:18 AM
Lok Sabha Election: Round Report Marathwada

  • જાણો મરાઠાવાડા કોને મળવાનું છે? 8 બેઠકોમાંથી 6 ભાજપ, બે કોંગ્રેસ પાસે
  • મરાઠાવાડાની છ બેઠકો-હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, ઉસ્માનાબાદ અને લાતુરમાં 18 એપ્રિલે મતદાન થવાનું છે
  • અન્ય બે બેઠક- જાલના અને ઔરંગાબાદમાં 23મીએ મતદાન યોજાશે

સંજય આવટે, મહારાષ્ટ્ર: લાતૂરની આશા. અહીં વડાપ્રધાન મોદીએ પહેલી વખત મત નાંખવા માટે યુવાઓ પાસે સેનાના પરાક્રમના નામે પોતાનો મત સમર્પિત કરવાની વાત કહી હતી. મત કોને આપશો અંગે વાત ચાલી છે તો એક ગ્રામીણ સંતોષે ઉત્તેજિત થઇ કહ્યું-સેનામાં મરનારા જવાન પણ અમારા અને પાક ન થતાં આત્મહત્યા કરનારા ખેડૂતો પણ અમારા! આ કેવા ‘જય જવાન જય કિસાન’ છે? પાણી અહીં છે જ નહીં.

મરાઠાવાડાના દરેક ગામમાં કમે સુખા કુવા, પાણી માટે લાંબી-લાંબી લાઇનો અને માથા પર અનેક માટલા મૂકી દૂર-દૂરથી પાણી લાવતી મહિલાઓને જાઇ શકશો. ખરેખર એ પાણી જ છે જે ચૂંટણીમાં શાસકોના ચહેરાનું પાણી ઉતારી શકે છે. આવો વાત કરીએ મરાઠાવાડાની. ગૌરવશાળી નામ. નામધારી નેતા.. છતાં પછાત ક્ષેત્ર. મરાઠાવાડાથી દેશને ઘણા મોટા નેતા મળ્યા છે. બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વિલાસરાવ દેશમુખ પણ લાતૂરના જ હતા.

માજી કેન્દ્રીયમંત્રી શિવરાજ પાટિલ ચાકૂરકર પણ. ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મૂંડે, પ્રમોદ મહાજન, ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ રાવસાહેબ દાનવે સહિત ઘણા દિગ્ગજોનું ઘર મરાઠાવાડા છે. તેમ છતાં આ વિસ્તાર પછાત ક્ષેત્રમાં ગણાય છે. મરાઠાવાડામાં લોકસભાની 8 બેઠકો છે. આ વિસ્તાર કોંગ્રેસનું ગઢ રહ્યું છે.

2014માં મોદી લહેર છતાં કોંગ્રેસ રાજ્યમાં જે બે બેઠકો કબજે કરી હતી તે મરાઠાવાડાની જ હતી. પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોનું વલણ નિર્ણાયક બની શકે છે. સૌથી વધુ મુશ્કેલીનો સામનો મહિલાઓ જ કરી રહી છે. સરકાર દ્વારા ઉપાય કરાયા હોવા છતાં પરિસ્થિતિ સુધરી નથી તો વિપક્ષે પણ આ મુદ્દો અસરકારક રીતે ઉઠાવ્યો નથી.

ઔરંગાબાદ: આ શિવસેનાની બેઠક, કોંગ્રેસને મત વહેંચાઇ જવાની ચિંતા:* આ ‘મેલ્ટિંગ પોટ’ છે. અહીં મુસ્લિમ, બૌદ્ધ, મરાઠા, ઓબીસી મતોમાં સ્પષ્ટ વિભાજન દેખાય છે. આ શિવસેનાનું ગઢ છે. અહીં મહાનગર પાલિકામાં પણ શિવસેના જ છે. વર્તમાન સાંસદ ચંદ્રકાંત ખરેનું નામ શિવસેના તરફથી નિશ્ચિત જ છે. કોંગ્રેસે સુભાષ ઝાંબડને ઉતાર્યા છે. વંચિત બહુજન આઘાડી અને એમઆઇએમે વર્તમાન ધારાસભ્ય ઇમ્તિયાઝ જલીલને ઉભા રાખ્યા છે.

મુસ્લિમ મતબેન્ક જુઓ તો ઇમ્તિયાઝ મોટા પડકાર ઉભો કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ રાવસાહેબ દાનવેના જમાઇ હર્ષવર્ધન અહીં અપક્ષ ઉમેદવાર છે. ચંદ્રકાંત ખરે અને કોંગ્રેસને મતોના વિભાજનની ચિંતા છે. સૌથી રોમાંચક ટક્કર અહીં જ છે.

જાલના: અહીં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર: ભાજપના પ્રદેશ પ્રમુખ રાવસાહેબ દાનવે અને કોંગ્રેસ પ્રદેશ સેવાદળના પ્રમુખ વિલાસ ઔતાડેમાં ટક્કર છે. અહીં ગ્રામીણ ક્ષેત્રમાં દાનવેની પકડ છે. પાણી જેવા મુદ્દે નારાજગી છતાં તેઓ ઔતાડે પર ભારે પડી શકે છે.

બીડ: મુંડે પરિવારનું વર્ચસ્વ, એનસીપીને બળવાથી નુકસાન: અહીં એનસીપીના બજરંગ સોનવણે અને ભાજપનાં ડૉ. પ્રીતમ મૂંડે વચ્ચે સીધો મુકાબલો છે. ગોપનાથ મૂંડેના નિધનથી ખાલી પડેલી બેઠક પર તેમની પુત્રી પ્રીતમે રેકોર્ડ મતોથી જીત મેળવી હતી. અહીં NCPને બળવાને લીધે નુકસાન થશે.

લાતૂર: બંને માથા ભારે છે, લોકલ પાર્ટી કેટડમાં નારાજગી: ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર બહારની છે. ભાજપના સુધાકર શ્રૃંગારે અને કોંગ્રેસના મચ્છિંદ્ર કામત મેદાનમાં છે. બંનેમાં સીધી ટક્કર છે. બંને મુંબઇના છે. તેથી સ્થાનિક પાર્ટી કેડરમાં નારાજગી છે.

ઉસ્માનાબાદ: અહીં ભાઇનો મુકાબલો ભાઇ સાથે છે: એનસીપીના રાણા જગજીત સિંહ અને તેમના પિતરાઇ ભાઇ શિવસેનાના ઓમરાજે નિંબાલકર સામ-સામે છે. અહીં ટિકિટ કપાતા વર્તમાન સાંસદ રવીન્દ્ર ગાયકવાડ નારાજ છે. નિબાંલકરને કેટલું નુકસાન થાય છે, તે સમય કહેશે.

પરભણી: એનસીપી શિવસેના માટે પડકાર બનશે: અહીં એનસીપીના રેજેષ વિટેકર અને શિવસેનાના સંજય જાધવમાં ટક્કર છે. કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનનું સંગઠન મજબૂત છે. તેથી આ બેઠકને બચાવવા માટે શિવસેનાને વધુ પ્રયાસો કરવા પડશે.

નાંદેડ: 2014ની મોદી લહેરમાં પણ કોંગ્રેસ જીતી હતી: અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણ મેદાનમાં છે. તેમની સામે ભાજપના પ્રતાપ પાટિલ ચિખલીકર છે. બસપા-સપા ગઠબંધન અને વંચિત બહુજન અાઘાડીના ઉમેદવાર કોંગ્રેસની મતબેન્કને નુકસાન પહોચાડી શકે છે.

હિંગોલી: કોંગ્રેસ માટે બેઠક બચાવવી પડકારજનક: અહીંના વર્તમાન સાંસદ રાજીવ સાટવને કોંગ્રેસ ગુજરાતની જવાબદારી સોંપી છે. તેમની જગ્યાએ સુભાષ વાનખેડે મેદાનમાં છે. જ્યારે શિવસેનાએ હેમંત પાટિલને ઉતાર્યા છે. વંચિત બહુજન આઘાડીના મોબન રાઠઓડ કોંગ્રેસની વાટબેન્કમાં ગાબડું પાડી શકે છે. ગત ચૂંટણીમાં સાટવની જીતની સરસાઇ નજીવી હતી. તેથી કોંગ્રેસ માટે આ બેઠક સાચવવી પડકારજનક રહેશે.

X
Lok Sabha Election: Round Report Marathwada
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App