તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી યોજનાઓથી લોકો પ્રભાવિત પણ જીએસટી-નોટબંધીની નારાજગી યથાવત્

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના કાર્યકરોએ રેલી યોજી પ્રચાર કર્યો - Divya Bhaskar
ભાજપના કાર્યકરોએ રેલી યોજી પ્રચાર કર્યો
  • અમદાવાદના પૂર્વને આવરી લેતી આ સીટમાં રાજ્યભરના લોકો રહેવાસી 
  • અહીં જ્ઞાતિના સમીકરણોની સાથે વિસ્તારના પણ જુદા ગણિત 

અમદાવાદઃ મૂળ અમદાવાદના નહીં પણ બહારથી આવીને શહેરમાં વસેલાં લોકો અમદાવાદ પૂર્વ બેઠકના મતદાતાઓમાં વધારે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી આવેલાં પટેલો પણ છે, તો ભાગલા થયાં બાદ અહીં સ્થાયી થયેલાં હિંદુ - સિંધીઓ પણ છે. રોજગારીની શોધમાં ગુજરાતમાં આવેલા હિન્દીભાષી લોકો પણ સમાવિષ્ટ છે.

સાંસ્કૃતિક વૈવિધ્યના કારણે મતદાતાઓની રાજકીય રુચિમાં પણ ભિન્નતા છે. 65 વર્ષીય હીરા વ્યવસાયી  દિનેશ શાહ જણાવે છે કે, મધ્યમ અને ગરીબ વર્ગ સરકારની યોજનાથી પ્રભાવિત છે પરંતુ વેપારી વર્ગ જીએસટી અને નોટબંધીને કારણે વર્તમાન સરકારથી નારાજ છે. ધંધાદારીઓની કમર તૂટી ગઇ છે બેરોજગારી પણ પ્રાણપ્રશ્ન છે. હવે આવાં સંજોગોમાં મતદાતાઓ યોગ્ય વિકલ્પ જોઇ ચકાસીને જ મતદાન કરશે.

ભાજપે અમરાઇવાડીના વર્તમાન ધારાસભ્ય હસમુખ પટેલને જ્યારે કોંગ્રેસે પાસ આગેવાન ગીતા પટેલને ટિકીટ આપી છે. ગીતા પટેલ  પાટીદાર આંદોલનની અસર તાજી હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વસ્ત્રાલ વોર્ડ પરથી તેમનો પરાજય થયો હતો. 

આ બેઠક પર કુલ 2.07 લાખ પટેલ મતદાતાઓમાં 30 હજાર મતો કડવા પટેલોના છે.  દલિતો અને મુસ્લિમો ભાજપથી અંતર જાળવે છે પરંતુ ભાજપે દલિત નેતાઓને અહીં કામે લગાડીને શક્ય તેટલાં મતો અંકે કરવા કમર કસી છે. ભાજપ માટે પડકારરુપ રહેશે એર સ્ટ્રાઇક બાદ લોકો વડાપ્રધાન મોદીને નજર સામે રાખી મતોની વર્ષા કરી દે તો નવાઈ નહીં. 

મિનિ ગુજરાત: બન્ને પાર્ટીના ઉમેદવારો કડવા પટેલ: ભાજપના ઉમેદવાર કડવા પટેલ છે. વસ્ત્રાલ-નરોડામાં ઉ.ગુજરાત, ઝાલાવાડ, કચ્છના કડવા પટેલો છે, જ્યારે નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર અને વસ્ત્રાલમાં સૌરાષ્ટ્રના જ્યારે દહેગામમાં મધ્યગુજરાતના લેઉવા પટેલો વસે છે. કોંગ્રેસનાં ગીતા પટેલ પણ કડવા પટેલ છે.

વોટગણિત: દલિત અને પટેલ મતો વધુ: અમદાવાદ પૂર્વ સીટના કુલ 17.87 લાખ મતદાતાઓમાં સૌથી વધુ મતો દલિતોના 2.37 લાખ છે, છતાં નિર્ણાયક ભૂમિકા 2.07 લાખ મતદારો એવાં પટેલો રહેશે જે આ બેઠકની કુલ વસ્તીના અગિયાર ટકા આસપાસ છે.