ગ્રાઉન્ડ રિપોર્ટ કર્ણાટક / લિંગાયત નિર્ણાયક છે, નારાજ, ભાજપના પારંપરિક વોટ છટકી શકે છે

ધારવાડમાં ઈદગાહનો સૌથી મોટો મુદ્દો છે. મામલો હજુ સુપ્રીમકોર્ટમાં છે
ધારવાડમાં ઈદગાહનો સૌથી મોટો મુદ્દો છે. મામલો હજુ સુપ્રીમકોર્ટમાં છે

  • ‘મહારાષ્ટ્ર કર્ણાટક’ : મરાઠી વિરુદ્ધ કન્નડ, માત્ર બેલગામમાં વિરોધ રૂપે 100 લોકો ચૂંટણીમાં ઉતરશે
  • ‘કારાવલી કર્ણાટક’ : આ 3 મુદ્દા પર હિન્દુ-મુસ્લિમનું ફેક્ટર, સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દા પર પણ મત ખેંચાશે

Divyabhaskar.com

Apr 16, 2019, 12:45 AM IST

અમિતકુમાર નિરંજન, ચિકમંગલુર /ધારવાડ: રેશ્માની તીવ્ર થતી ટાપોની વચ્ચે હાશિમ... આદિલશાહના સમયમાં બનેલાં ઘરો તરફ ઈશારો કરતા કહે છે - આજે પણ એવો ગારો નથી બની શક્યો, જે ઘરોને આટલી મજબૂતીથી જોડી શકે. રાજકારણ પણ એવું જ છે. કોમી એકતાનો ગારો દરેક વખતે ચૂંટણી આવતાં આવતાં ઢીલો થઈ જાય છે. ત્રીજા સુધી ભણ્યા પરંતુ હિન્દી, કન્નડ, મરાઠી અને અંગ્રેજીમાં વાત કરનારા હાશિમ વાતો-વાતોમાં મહારાષ્ટ્ર કર્ણાટકનું રાજકીય સત્ય કહી દે છે.

મત કોને આપશો ? એવા સવાલ પર હાશિમ તેમની ઘોડી રેશ્મા પર હાથ ફેરવતા કહે છે - જે અમારું ધ્યાન રાખશે, અમે તેનું ધ્યાન રાખીશું. હાશિમની જ વાતને આગળ વધારતા ‘ધ હિન્દુ’ના રાજકીય સંપાદક ઋષિ બહાદુર કહે છે - મહારાષ્ટ્ર, કર્ણાટક પહેલાં કોંગ્રેસના ગઢ હતા. બાબરી મસ્જિદની ઘટના પછી ધારવાડના ઈદગાહ મેદાને સંપૂર્ણ રાજકારણ પલટી નાંખ્યું.

અઢી દાયકા પહેલાં ભાજપ નેતાઓએ અહીં ઝંડા ફરકાવ્યા પછી ભાજપે ટકોરા મારવાનું શરૂ કર્યું. ધારવાડથી મહારાષ્ટ્ર કર્ણાટક ક્ષેત્રની પહેલી બેઠક જીતવાના ટકોરા આપનાર ભાજપે એક દાયકામાં અંદર આખા ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવી લીધું.ચિકોડી કોંગ્રેસનો ગઢ મનાય છે. અહીં ખેડૂતોના શેરડીના ઓછા ભાવનો મુદ્દો દરેક વખતે ચૂંટણી મુદ્દો બને છે. અહીંથી છેલ્લી વખત કોંગ્રેસની ટિકિટ પરથી પી.બી. હક્કેરી ચૂંટણી જીત્યા હતા.

તેમને ફરીથી ટિકિટ અપાઈ છે. અહીંના લિંગાયત ભાજપથી ધર્મની માન્યતા ન મળતા થોડાક નારાજ છે. તેથી કોંગ્રેસ ફરીથી જીતી શકે છે. બેલગામ મહારાષ્ટ્રની નજીક છે. અહીં ભાજપે ફરીથી વર્તમાન સાંસદ સુરેશ અંગડીને ટિકિટ આપી છે. તેઓ ભાજપની ટિકિટથી ત્રણ વખત સાંસદ ચૂંટાઈ આવ્યા છે. તેઓ કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી વી.એસ. કોજલગીના સંબંધી છે. અહીં મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદનો મુદ્દો મુખ્ય મુદ્દો છે.

અહીં મરાઠી સમાજના લોકો ઈચ્છે છે કે તેનો મહારાષ્ટ્રમાં સમાવેશ કરવામાં આવે. મુદ્દો ત્રણ દાયકા જૂનો છે. મુદ્દાની ગંભીરતા તેનાથી જ સમજી શકાય છે કે અહીં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ 1996માં 452 લોકોને ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા. આ વખતે પણ સમિતિ 100થી વધુ લોકોને ઊભા રાખશે. અહીં મરાઠી સમાજનો વોટ ભાજપ સાથે સંકળાયેલ હોવાનું મનાય છે. તેથી અહીંથી ભાજપ માટે સારી સંભાવનાઓ છે.


બાગલકોટમાં ગઈ વખતે ભાજપે પી.સી. ગડ્ડીગોડરને ટિકિટ આપી હતી અને તે જીત્યા પણ હતા. આ વખતે પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અહીં 70% મત લિંગાયત છે. કોંગ્રેસે પણ લિંગાયત... વિના વિજયાંનદને ઉતાર્યા છે. જે એકમાત્ર મહિલા ઉમેદવાર છે, જેમને કોંગ્રેસે ટિકિટ આપી છે. બીજાપુરમાં ગઈ વખતે ભાજપના રમેશ ચંદપ્પા સાંસદ ચૂંટાયા હતા. આ વખતે પણ ભાજપમાંથી તેમને જ ટિકિટ મળી છે. છેલ્લી ચાર ચૂંટણીથી ભાજપે અહીં કબજો જમાવ્યો છે.

આ વખતે મુકાબલો આકરો બની શકે છે, કારણ કે કેન્દ્રમાં મંત્રી હોવાના કારણે તે પોતાના ક્ષેત્રમાંથી કપાઈ રહ્યા છે. અહીં 40% દલિત, 40% લિંગાયત અને 20% લઘુમતી છે. ગઈ વખતે દલિત અને મુસ્લિમ વોટ જેડીએસ અને કોંગ્રેસમાં વિભાજિત થયા હતા. આ વખતે બંને સાથે છે, તો તેમની આશા પણ વધી છે. ભારત પ્રવાસના આ તબક્કામાં અમે ચિકમંગલુર પહોંચ્યા તો એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું.

છ હજાર ફૂટની ઊંચાઈ પર બાબા બુડનગિરીની દરગાહ અને દત્તાત્રેય પીઠ. બંને વચ્ચે માત્ર બે ફૂટનું અંતર. ચોંકાવનારી વાત એ છે કે આ બાબા બુડન અને દત્તાત્રેય એક જ વ્યક્તિના બે નામ છે. 16મી સદીમાં અરબથી આવેલા બાબા બુડન બધા વર્ગોમાં સમાનરૂપે મનાતા હતા. જ્યારે તેમનો દેહાંત થયો તો મુસ્લિમોએ દરગાહ બનાવી દીધી અને હિન્દુઓએ ખડાયુ સ્થાપિત કરી દીધી.

બાબા બુડનગિરી - દત્તાત્રેયપીઠ અને ભટકલનો મુદ્દો એટલો પ્રભાવશાળી છે કે આ ત્રણે બેઠકોની સાથે આખા કર્ણાટક અને આખા દક્ષિણ ભારતના રાજકારણને પ્રભાવિત કરે છે. બાબા બુડનગિરીને કર્ણાટકમાં દક્ષિણનું અયોધ્યા કહેવાય છે. તેનો કેસ હજી સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ છે. ઉત્તર કન્નડમાં ભાજપના અનંતકુમાર હેગડે પાંચ વખત સાંસદ બની ચૂક્યા છે.

ફરીથી મેદાનમાં છે. તે ધારવાડના ઈદગાહ મેદાનમાં તિરંગો ફરકાવવાથી ઊભર્યા હતા. આ વખતે પણ અહીં વિજયની સંભાવના છે. અહીં જેડીએસનું અસ્તિત્વ નથી. અહીં જેડીએસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, કારણ કે ચહેરો નવો છે. તેથી અનંતની સંભાવનાઓ વધી જાય છે. ઉડુપી ચિકમંગલુર ક્યારેક કોંગ્રેસનો ગઢ હતી. 1978માં આ એ જ બેઠક હતી, જ્યાંથી ઈન્દિરા ગાંધી પેટા ચૂંટણીમાં જીત્યાં હતાં.

અહીંથી યેદિયુરપ્પા ટીમની સક્રિય સભ્ય શોભા કરાન્ડલંજે ભાજપથી મેદાનમાં છે. ગઈ વખતે તે અહીંથી સાંસદ ચૂંટાયાં હતાં. અહીં પ્રમોદ માધવરાજને જેડીએસમાંથી ટિકિટ મળી છે.
દક્ષિણ કન્નડમાં 1991થી ભાજપનો કબજો છે. સંઘની કેડર અહીં મજબૂત છે. ભાજપના નલિન કુમાર સતત બે વકત આ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. આ વખતે પણ મેદાનમાં છે. કોંગ્રેસે યુવા કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ મિથુન રાયને મેદાનમાં ઉતાર્યા છે.

આ ત્રણ સૌથી મોટા અસરદાર ફેક્ટર

ગઠબંધનની સ્થિતિ: મહારાષ્ટ્ર કર્ણાટક ક્ષેત્રમાં JDSની અસર ખૂબ જ ઓછી છે. કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને લડી રહ્યાં છે. અહીં મુખ્ય મુકાબલામાં ભાજપ-કોંગ્રેસ જ રહેશે. જ્યારે કારાવાલી કર્ણાટક(ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ, ઉડુપી ચિકમંગલુર)ની વાત કરીએ તો અહીં જેડીએસ એક અને કોંગ્રેસ બે સીટ પર લડશે.

મુદ્દા જે અસર કરશે: સર્જિકલ સ્ટ્રાઈક અહીં ચર્ચામાં છે. લોકોમાં ઘણી ચર્ચા છે. કારાવાલી કર્ણાટકમાં હિન્દુત્ત્વ જ મુદ્દો છે. બે દાયકા જૂના બાબ બુડનગિરી દરગાહ અને દત્તાત્રેય દેવાસ્થાનનો મુદ્દો મહત્ત્વપૂર્ણ છે. સર્જિકલ સ્ટ્રાઈકની અસર વધારે છે.

જાતીય ગણિત: મહારાષ્ટ્ર કર્ણાટક ક્ષેત્રમાં લિંગાયત ફેક્ટર કામ કરશે. લિંગાયત આમ તો ભાજપની વોટબેન્ક છે. અહીં કારાવલી કર્ણાટકમાં હિન્દુ-મુસ્લિમવાળો ફેક્ટર દેખાય છે. હિન્દુ વોટ 60% (લિંગાયત 30%, વોક્કાલિગા 5%, 25% ઓબીસી) છે.

2014ની સ્થિતિ: બેલગામ, બાગલકોટ, બીજાપુર, ધારવાડ, હાવેરી, ઉત્તર કન્નડ, ઉડુપી ચિકમંગલુર અને દક્ષિણ કન્નડની સીટ ભાજપ જીત્યો હતો. ફક્ત ચિકોડી સીટ કોંગ્રેસના ખાતામાં આવી.

X
ધારવાડમાં ઈદગાહનો સૌથી મોટો મુદ્દો છે. મામલો હજુ સુપ્રીમકોર્ટમાં છેધારવાડમાં ઈદગાહનો સૌથી મોટો મુદ્દો છે. મામલો હજુ સુપ્રીમકોર્ટમાં છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી