તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢની બેઠક ભાજપ માટે ગિરનાર જેવો મહાકાય પડકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈલેકશન ડેસ્ક : જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં નામ ધરાવે છે. પણ આ  બેઠક પર સૌથી મોટો મુદો પણ પ્રવાસનનો જ છે. ગિરનારનાં કામ શરૂ થવાને લઇ લોકો ખુશ છે પરંતુ વાયદા મુજબ કામ થયું નથી,જેના લીધે લોકોમાં આશંકા પણ છે. બીજો મુદો બંદરનાં વિકાસનો છે. આ મુદા કરતા લોકોને એક જ રોષ છે કે, વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પાંચ વર્ષ સુધી જોવા મળ્યાં નથી. લોકો નારાજ છે પરંતુ મોદીનું નામ આગળ આવતા લોકો બોલવાનું બંધ કરી દે છે. એક - એક મતદાર મોદીને ઇચ્છે છે. ભાજપ પણ મોદીનાં ચહેરાને લઇ મેદાને આવ્યો છે.

કોંગ્રેસને આ બેઠકમાં કશું જ ગુમાવવાનું નથી. કોંગ્રેસનાં ઉમેદવાર પુંજા વંશ કોળી છે અને ધારાસભ્ય છે. સ્થાનીક મુદાઓએ ભાજપને ઘેરી રહ્યાં છે. કોંગ્રેસનાં જ કમીટેડ મત સૌથી મોટો ફાયદો છે. દલિત અને લઘુમતીનાં 30 ટકા મત કોંગ્રેસને ફાયદો કરાવી શકે તેમ છે. તાલાલાનાં સરદાર ચોકમાં ચર્ચા ચાલતી હતી કે, ભાજપ બેઠક જાળવી રાખશે, પરંતુ લીડ ઘટશે. લોકોનો મુડ મોદી તરફ છે. પરંતુ આરએસએસનાં એક હોદેદારે કહ્યું હતું કે, બેઠક ભાજપ જીતે છે. જૂનાગઢ અને વેરાવળમાંથી લીડ મળશે. લોકો સમસ્યા કરતા મોદીને વધુ ઇચ્છે છે. ભાજપનાં નેતાએ કહે છે કે પ્રચાર અને વ્યવસ્થામાં કોંગ્રેસ કરતા અમે આગળ છીએ. જ્યારે કોંગ્રેસ અમે આગળ છીએના દાવા કરે છે. અંતિમ નિર્ણય જૂનાગઢની જનતા કરશે. 
જ્ઞાતિનું ગણિત
સૌથી વધુ 2.80 લાખ મત કોળીનાં છે. બીજા નંબરે લેઉવા પટેલનાં 1.87 લાખ છે. દલિત અને મુસ્લીમનાં મત 3.20 લાખ છે. આ મત ઉપર ભાજપને આશા ઓછી છે. આહિર અને કારડીયાનાં કુલ 2.50 લાખ મત છે. આહરી જ્ઞાતી અને કોળી જ્ઞાતિનાં સૌથી વધુ મળે તો ભાજપને વધુ ફાયદો થઇ શકે તેમ છે. 

અન્ય સમાચારો પણ છે...