એક હતી સ્વતંત્રતા પાર્ટ / જ્યારે સ્વતંત્રતા પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસથી વધુ બેઠકો જીતી

When swatantrata party won more seats than Congress in Gujarat

  • 15 વર્ષ જ અસ્તિત્વ છતાં પણ કોંગ્રેસને તેના જમાનામાં જોરદાર રીતે હંફાવી હતી 

Divyabhaskar.com

Apr 15, 2019, 09:00 AM IST

અમદાવાદ:રાજ્ય તરીકે અલગ થયા બાદ 1962માં ગુજરાતમાં લોકસભાની પહેલી ચૂંટણી યોજાઇ હતી. અગાઉ બોમ્બે પ્રેસીડન્સી સાથે ચૂંટણી યોજાતી હતી. અત્યાર સુધી યોજાયેલી 14 લોકસભા ચૂંટણીઓમાં 8માં ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપની રાજકારણમાં એન્ટ્રી પહેલાં પણ ગુજરાતમાં એક વખત સ્વતંત્રતા પાર્ટીએ કોંગ્રેસ કરતાં પણ એક બેઠક વધુ મેળવી હતી. આજે એ પાર્ટીનું નામ પણ કોઇ જાણતું નથી.

નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઇઝેશન) પક્ષ પણ એક વખતે કોંગ્રેસની બરાબર રહ્યું હતું. 1980માં કોંગ્રેસની 26માંથી 25 બેઠક સાથે મોટી જીત થઇ હતી. 1962માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં કુલ 22માંથી કોંગ્રસને 16 બેઠક મળી હતી, સ્વતંત્રતા પાર્ટીને 4 જ્યારે અન્ય બે પક્ષોને એક-એક બેઠક મળી હતી. 1967ની ચૂંટણીમાં કોંગ્રેસને 11 જ્યારે સ્વતંત્રતા પાર્ટીને 12 બેઠક પર જીત મળી હતી.

1959માં સી. રાજગોપાલારીચારીએ સ્વતંત્રતા પાર્ટીની સ્થાપના કરી હતી. 1974માં આ પક્ષ ડીસોલ્વ કરી ભારતીય લોકદળમાં જોડી દેવાયો હતો. 1977માં 26માંથી જનતા પાર્ટી અને ભારતીય લોકદળે 16 બેઠકો જીતી હતી.

કોંગ્રેસને 1967માં સ્વતંત્રતા પાર્ટી ભાર પડી હતી. સ્વતંત્રતા પાર્ટી પણ કોંગ્રસમાંથી છૂટી પડેલી પાર્ટી હતી અને સ્વતંત્રતા પાર્ટીના વિલય બાદ ભારતીય લોકદળમાં વિલીનીકરણ થઇ ગયું હતું. ભાજપની 1980માં સ્થાપના બાદ 1984માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને માત્ર બે સીટ મળી હતી, જેમાં એક ગુજરાતમાં મહેસાણાની હતી. એ.કે.પટેલ મહેસાણાથી હતા.

14 લોકસભા ચૂંટણીઓમાં 8માં ભાજપનો દબદબો

વર્ષ લોકસભા કુલ બેઠક કયા પક્ષને કેટલી ટિકિટ
1962 3 22 કોંગ્રેસ: 16, સ્વતંત્રતા પાર્ટી: અન્ય: 2
1967 4 24 સ્વતંત્રતા પાર્ટી: 12, કોંગ્રેસ:11, અન્ય: 1
1977 6 26 જનતા પાર્ટી-બીએલડી: 16, કોંગ્રસ: 10
1980 7 26 કોંગ્રેસ: 25, જનતા પાર્ટી: 1
1984 8 26 કોંગ્રેસ:14, ભાજપ:1, જનતા પાર્ટી:1
1991 10 26 ભાજપ:20, કોંગ્રેસ:5, જેડી(જી):1
1996 11 26 ભાજપ:16, કોંગ્રેસ:10
1999 13 26 ભાજપ:20, કોંગ્રેસ:6
2004 14 26 ભાજપ:14, કોંગ્રેસ:12
2009 15 26 ભાજપ:15, કોંગ્રેસ:11
2014 16 26 ભાજપ:26, કોંગ્રસ:0
X
When swatantrata party won more seats than Congress in Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી