તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોટું કામ કરવું ના પડે એટલા માટે ટિકિટ નકારી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈલેકશન ડેસ્ક : આજકાલ નેતા ટિકિટ ના મળતાં નિષ્ઠા બદલી લે છે પણ એક નેતા એવા પણ હતા જેમણે મતદારો દ્વારા ખોટું કામ કરવાનું દબાણ કરાતાં તેમણે ચૂંટણી લડવાથી જ ઈનકાર કરી દીધો હતો. આ કિસ્સો 1977માં બિહારના સમાજવાદી નેતા શિવશંકર યાદવનો છે. આ એ સમય હતો જ્યારે જનતા પાર્ટીની લહેર હતી. 

યાદવ ઈન્દિરાની આંધી છતાં સંસદ પહોંચ્યા: યાદવ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી તરફથી બિહારની ખગડિયા લોકસભા સીટ પરથી 1971માં જીતીને સાંસદ બન્યા હતા તેમનો સાંસદ તરીકેનો અનુભવ સારો નહોતો. 1971માં પાક. સાથે યુદ્ધ જીત્યા બાદ ઇન્દિરા લોકપ્રિયતાની આંધી પર સવાર હતા અને તેમણે વિરોધ પક્ષોના નેતાઓના ભાગ્યમાં પરાજય લખી દીધો હતો. યાદવ ઈન્દિરાની આંધી છતાં સંસદ પહોંચ્યા હતા એટલે 1977માં ખગડિયાથી મેદાન સંભાળવા આદેશ મળ્યો. એ સમય હતો જ્યારે ભારત કટોકટીથી બહાર આવ્યું હતું. 

ઇમાનદાર શિવશંકર યાદવનું  નિધન થયું ત્યારે તેમની મૂડી ફક્ત 7 રૂપિયા: જનતા પાર્ટીની ટિકિટ પર વિજય નક્કી હતો છતાં યાદવે ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો.તેમનું કહેવું હતું કે નતો  હું ટિકિટ લઈશ અને ન તો ચૂંટણી લડીશ. એવા સાંસદ હોવાનો મતલબ શું જ્યારે મતદારો ખોટાં કામ કરવાની તરફેણ કરાવવા આવવા લાગે? હું એવાં કામને સમર્થન ન આપવાનું કહી કહીને થાકી ગયો છું. મારો અંતરઆત્મા આગળ વધુ કંટાળવાની મંજૂરી નથી આપતી. શિવશંકર યાદવ એટલા ઇમાનદાર હતા કે નિધન થયું તો તેમની પાસે ફક્ત 7 રૂપિયા નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...