તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વમાં મહિલા સાંસદોની સરેરાશ 24%, ભારતમાં 12%

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનમાં જીતેલી મહિલા સાંસદ (742), એટલી તો કોઈ દેશમાં કુલ બેઠક પણ નથી - Divya Bhaskar
ચીનમાં જીતેલી મહિલા સાંસદ (742), એટલી તો કોઈ દેશમાં કુલ બેઠક પણ નથી
  • પાકિસ્તાની સંસદમાં આપણી સરખામણીએ બે ગણી વધુ સાંસદ, રવાન્ડામાં 61% મહિલા સાંસદ

ભાસ્કર રિસર્ચ: એવું મનાય છે કે આ વખતે મહિલા મતદારો પુરુષોને પછાડી શકે છે. પરંતુ વિશ્વમાં લોકસભા જેવા નીચલા ગૃહમાં મહિલાના પ્રતિનિધિત્વની વાત કરીએ તો ભારત આ મામલે પાકિસ્તાન કરતા પણ પાછળ છે. જીનિવા સ્થિત ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયનના તાજા અહેવાલમાં જણાવાયું છે કે ભારત 150મા જ્યારે પાકિસ્તાન 101મા નંબર પર છે. રવાન્ડા પ્રથમ, ક્યુબા બીજું અને બોલિવિયા ત્રીજા ક્રમે છે. આ દેશોની સંસદમાં મહિલા સભ્યોની સંખ્યા 50%થી વધુ છે. આ આંકડા જાન્યુઆરી 2019 સુધીના છે.

  • 2014ની તુલનામાં ભારત 193 દેશોમાં 101મા સ્થાનથી ગબડીને 150મા સ્થાન પર પહોંચ્યું.
  • 2014માં પાકિસ્તાન 72મા ક્રમે હતું, હવે 29 સ્થાન ગબડી 101મા ક્રમે છે.
  • 50 દેશોની સંસદમાં મહિલાઓની સંખ્યા કુલ સભ્યોના 30%થી વધુ.

3 દેશોમાં 50%થી વધુ મહિલાઓ, 3માં એક પણ નહીં: રવાન્ડા, બોલિવિયા અને ક્યુબામાં 50%થી વધુ મહિલા સાંસદ છે. જ્યારે વનુઆતુ, પપુઆ ન્યુગીની અને માઈક્રોનેશિયા એવા દેશ છે જ્યાં એકપણ મહિલા સાંસદ નથી. જ્યાં મહિલા સાંસદ છે તેમાં યમન સૌથી પાછળ છે. જ્યાં માત્ર 0.3% મહિલાઓ જ સાંસદ છે.

વિશ્વ : અમેરિકા 23% મહિલા સાંસદ: અમેરિકી સંસદમાં મહિલા સભ્યની સંખ્યા લગભગ 23% છે. જ્યારે રશિયામાં આ આંકડો 15% છે. ફ્રાન્સમાં 39.7 %, બ્રિટનમાં 32%, જર્મનીમાં 30.9% છે.

અન્ય સમાચારો પણ છે...