તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરોને ટ્રાફિક, ગામડાને પાણી, રાજ્યને રોજગારની ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 61% ગ્રામ્ય અને 34% શહેરી મતદારો, 66% પુરુષ અને 34% મહિલા મતદારોએ આપ્યો અભિપ્રાય

અમદાવાદ: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ અને આર.એ. આસ્ટરિક કોમ્પ્યુટિંગ એન્ડ ડેટા સોલ્યુશન્સ દ્વારા ગુજરાતની 26 બેઠકો પર મતદારોનો સરવે કરવામાં આવ્યો હતો જેમાં 13000 મતદારોએ ભાગ લીધો હતો. લોકોને સ્પર્શતા 10 મહત્વના મુદ્દાઓને રેટિંગ આપવામાં આવ્યું હતું.

સૌથી મહત્વના ત્રણ મુદ્દાઓમાં રોજગારી, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓને ગણાવ્યા હતા. આ સરવેમાં 61 ટકા મતદારો ગ્રામ્ય વિસ્તારોમાંથી અને 34 ટકા શહેરી મતદારો હતા. 66 ટકા પૂરૂષ અને 34 ટકા મહિલા મતદારો હતા. ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, ખાનગી નોકરિયાત, સરકારી કર્મચારી અને બેરોજગારો પણ હતા. 21 ટકા લોકો અભણ અને 28 ટકા પ્રાથમિક શિક્ષણ મેળવેલા હતા.