તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 રાજ્યમાં 90% બેઠકો જીતી ચૂકેલો ભાજપ આ વખતે 50% બેઠકો જીતે તો 85 બેઠક ઘટી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  •  આ વખતે કોઇ લહેર નહીં, જે ભાજપની સૌથી મોટી ચિંતા છે

ઈલેક્શન ડેસ્કઃ આ ચૂંટણી વિશે એક બાબત તો સ્પષ્ટ થઇ રહી છે કે તે ઘણાં રાજ્યોની ચૂંટણીઓનું મિશ્રણ છે. તેમાં સ્થાનિક મુદ્દા કામ કરી રહ્યા છે. એકેય રાષ્ટ્રીય મુદ્દો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો નથી.

કોઇ એવી લહેર કે મુદ્દો નથી કે જે તમામ રાજ્યોમાં પ્રભાવી હોય. 2014માં મોદીસમર્થક અને કોંગ્રેસવિરોધી લહેર હતી. તેના કારણે જ ભાજપ 11 રાજ્ય- ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડની 216 એટલે કે 90 ટકા બેઠકો જીત્યો હતો પણ આ વખતે એવું લાગે છે કે ભાજપે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી અને ઝારખંડમાં જનાધાર ગુમાવી દીધો છે.

ભાજપ આ રાજ્યોમાં તેની 50 ટકા બેઠકો ફરી જીતી લે તો પણ તેની 85 બેઠક ઘટી શકે છે. ઘણા આર્થિક કારણો મળીને સર્જાયેલી એન્ટિ-ઇન્કમ્બન્સી અને જ્ઞાતિઓના ગઠબંધનોએ નવી રાજકીય ગતિ ઉત્પન્ન કરી દીધી છે. મોદી તેના મુકાબલા માટે આતંકવાદ સામેની કાર્યવાહીને આગળ કરી રહ્યા છે પણ ગ્રાઉન્ડ લેવલ પર તેની ઝાઝી અસર દેખાઇ રહી નથી.

જે રીતે અમિત શાહ યુપીમાં નિશાદ પાર્ટી અને શિવપાલની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી સાથે સૂક્ષ્મ સ્તરે ગઠબંધન કરી રહ્યા છે તેનાથી પણ આ સ્પષ્ટ થઇ રહ્યું છે. ભાજપની સૌથી મોટી ચિંતા સપા-બસપાનું ગઠબંધન છે. બીજી તરફ જે રીતે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડરા સવર્ણ મતદારોને આકર્ષિત કરી રહ્યા છે તેનાથી પણ ભાજપની ચિંતા વધી છે.

મુરલી મનોહર જોશી જેવા નેતાઓની નારાજગીથી થોડા બ્રાહ્મણ મતદારો કોંગ્રેસ તરફ પાછા ફરી શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ અને દિલ્હીમાં ભાજપ 2014ની તુલનામાં ઘણી બેઠકો ગુમાવી શકે છે. દિલ્હીમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે લગભગ સહમતિ સધાઇ ચૂકી છે અને ભાજપ તમામ 7 બેઠક હારી શકે છે. ગુજરાતની તમામ બેઠકો જીતેલા ભાજપ પાસેથી કોંગ્રેસ આ વખતે 5-6 બેઠક આંચકી શકે છે.

 હિન્દીભાષી રાજ્યોની બહાર ભાજપનો વધુ પ્રભાવ નથી. ઉત્તર-પૂર્વમાં ભાજપ નાના-નાના ગઠબંધનોના જોરે 25માંથી 22 બેઠક જીતવાની આશા રાખી રહ્યો છે પણ સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલના કારણે ત્યાં લોકો ભાજપથી નારાજ છે. કોઇ લહેર નથી તેના કારણે મોદીની ચિંતા વધી રહી છે. - એમ. કે. વેણુ ‘ધ વાયર’ના ફાઉન્ડિંગ એડિટર

અન્ય સમાચારો પણ છે...