તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબકી બાર યુવાનો બનાવશે સરકાર, 2.21 કરોડ મતદારો 18થી 39 વર્ષના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા માત્ર 17 લાખ ઓછી, 80 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 7 લાખ 38 હજાર 
  • નવસારી બેઠક પર સૌથી વધુ 19.71 લાખ મતદારો છે 
  • સૌથી ઓછા મતદારો ભરૂચ લોકસભા બેઠક પર 15.64 લાખ 

અમદાવાદ: ગુજરાતની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારમાં યુવા મતદારો મોટી ભૂમિકા ભજવશે. રાજ્યના કુલ 4 કરોડ 51 લાખ 25 હજાર મતદારોમાંથી 2 કરોડ 21 લાખ 46 હજાર વોટર 18થી 39ની વચ્ચેની વયના છે. કુલ મતદારોમાંથી 2 કરોડ 34 લાખ 28 હજાર પુરૂષ મતદારો, મહિલા મતદારો 2 કરોડ 16 લાખ 96 હજાર અને 990 થર્ડ જેન્ડર મતદારો છે.

સૌથી વધુ અને ઓછા મતદારો ધરાવતી બેઠકની વાત કરીએ તો રાજ્યમાં નવસારી બેઠક પર સૌથી વધારે મતદારો 19.71 લાખ પછી ગાંધીનગર બેઠક પર 19 લાખ 45 હજાર મતદારો છે. સૌથી ઓછા મતદારો ભરૂચ બેઠક પર 15 લાખ 64 હજાર અને દાહોદ પર 15 લાખ 97 હજાર. સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો વડોદરા જિલ્લામાં 149 છે. વડોદરા લોકસભા બેઠકમાં આ સંખ્યા 133 , અમદાવાદમાં 125, આણંદમાં 108 અને સુરત જિલ્લામાં 115 થર્ડ જેન્ડર મતદારો  છે. 

100 વર્ષના વોટરને સલામ: આ વખતે અંદાજે 7000 હજારથી વધુ મતદારો શતાયુ છે. અમદાવાદ જિલ્લામાં 719 મતદારો સદી પાર કરી ગયા. 2014માં 8143 મતદારો 100 વર્ષથી વધુના હતા. 80 વર્ષથી વધુના 5 લાખ મતદારોને કંકોતરી દ્વારા મતદારનનું નિમંત્રણ અપાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...