તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી અને ભાજપનો રાષ્ટ્રવાદ અને વિદેશ નીતિનું માળખું લોકોની આશાઓની વધુ નજીક છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PM નરેદ્ર મોદીની ફાઈલ તસવીર - Divya Bhaskar
PM નરેદ્ર મોદીની ફાઈલ તસવીર
  • રણનીતિ કેટલી પ્રભાવી? એર સ્ટ્રાઇકે ચોકીદાર ચોરનો નારો કમજોર કરી દીધો છે

ઈલેક્શન ડેસ્કઃ ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણાયક મુદ્દો સાબિત થતો દેખાઇ રહ્યો છે. આ ઘણા લોકોને ચોંકાવી રહ્યું છે, કેમ કે તેમને આમ થવાની આશા નહોતી. તર્ક અપાઇ રહ્યા હતા કે આ ચૂંટણી બેરોજગારી અને ખેડૂત સંકટની થીમ પર લડાશે. જોકે, હજુ સ્પષ્ટ નથી થયું કે મતદારો માત્ર રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર નવી સરકાર ચૂંટવા જઇ રહ્યા છે, કેમ કે લાંબા ચૂંટણીચક્રની હજુ તો શરૂઆત થઇ છે પણ ભારતની પાકિસ્તાન નીતિ અને સૈન્ય વલણ અંગે સરકાર, વિપક્ષ તથા જનતામાં વ્યાપક ચર્ચા થઇ રહી છે. 

પુલવામા કાંડ પછી પાકિસ્તાનને અપાયેલા આકરા જવાબ પછી નક્કી થઇ ગયું હતું કે ચૂંટણી માહોલમાં તે તેનું સ્થાન બનાવી લેશે. એર સ્ટ્રાઇક ભારતના વલણમાં ફેરફારનો મોટો સંકેત છે. અગાઉ પાકિસ્તાનની દરેક ઉશ્કેરણી પર આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતને તંગદિલી ઘટાડવા કહેતો હતો પણ હવે પાકિસ્તાને નક્કી કરવાનું છે કે તે ક્યાં સુધી જવા ઇચ્છે છે?એમ કહેવું પણ અતાર્કિક છે કે તેનું શ્રેય સરકારને નથી જતું.

એ પણ ત્યારે કે જ્યારે પરંપરાગત રીતે સૈન્યના ઉપયોગનો નિર્ણય રાજકીય નેતૃત્વએ જ કરવાનો હોય છે. ભારતના વલણમાં ફેરફારનું એક મોટું કારણ નરેન્દ્ર મોદીનું રાજકીય નેતૃત્વ પણ છે. વિપક્ષ મોદી પાસેથી આ શ્રેય છીનવી લેવા ઇચ્છે છે પણ શું તે સહેલું છે? એમ કહેવું પણ કપટભર્યું છે કે રાજકીય મુકાબલાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિને ન લાવવા જોઇએ. કયો રાજકીય પક્ષ વિદેશ અને રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોનો કેવી રીતે સામનો કરશે તે જાણવાનો મતદારને અધિકાર છે.

અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવી તમામ લોકશાહીઓમાં વિદેશનીતિ અંગે વ્યાપક ચર્ચા થાય છે. તેથી દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ અંગે ચર્ચાનું સ્વાગત થવું જોઇએ.મોદીએ ફેંકેલા પડકારોનો જવાબ આપવામાં કોંગ્રેસ અસમર્થ દેખાઇ રહી છે. કોંગ્રેસ આ ચૂંટણીને રાફેલ સોદા અને વડાપ્રધાન સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો પર લાવવા પ્રયાસ કરી રહી હતી.

ભાજપ આ ચૂંટણી એ જ આધાર પર લડી રહી છે કે જેના પર તેને સૌથી વધુ ભરોસો છે- રાષ્ટ્રીય સલામતી અને રાષ્ટ્રવાદ. વિપક્ષ નોકરીઓ અને ખેડૂત સંકટ મુદ્દે સરકારને ઘેરવામાં નિષ્ફળ રહ્યો છે. મોદી હવે રાજકીય કથાઓ તૈયાર કરતા જઇ રહ્યા છે અને વિપક્ષ તો બસ તેનો જવાબ આપતો રહે છે. - હર્ષ વી. પંત  પ્રોફેસર, કિંગ્સ કોલેજ લંડન

અન્ય સમાચારો પણ છે...