તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ 26માંથી 21 બેઠક જીતશે: આઇબીના સરવેમાં ખુલાસો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા બેઠક પર રસાકસી હોવાથી ભાજપ આગળ નીકળી શકે છે

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત આઈબી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જે અનુસાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોમાંથી ભાજપ 21 સીટો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં  સરસાઈના આંકડાઓને લોકસભાની સીટો પ્રમાણે વિભાજન કરી તારણ કાઢવામાં આવ્યુ છે. 

લોકસભાની ચૂંટણીની ગુજરાતની 26 સીટોમાંથી 18 સીટો એવી છે કે જેના ઉપર ભાજપની જીત લગભગ નક્કી જેવી જ છે. જ્યારે 8 સીટો એવી છે કે જેમાં ભાજપ કરતાં કોંગ્રેસ વધારે આગળ છે. જેમાં જૂનાગઢ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા સીટનો સમાવેશ થાય છે. તેમાં પણ મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા સીટ ઉપર કટોકટીની પરિસ્થિતિ હોવાથી કદાચ આ ત્રણેય સીટ ઉપર ભાજપ આગળ નીકળી શકે તેમ છે.

જૂનાગઢ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર અને પાટણ સીટ એવી છે કે આ પાંચેય સીટો ઉપર આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ બાજી મારી જશે તેવી શકયતા છે. જો કે મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા સીટ માંથી એકાદ બે સીટ કોંગ્રેસ જીતે તો પણ નવાઈ નહીં. હાર્દિક ચૂંટણી લડી રહ્યો નહીં હોવાથી ભાજપને ફાયદો જ્યારે કોંગ્રેસને નુકસાન ભોગવવું પડશે. અલ્પેશ સાથે મોટી સંખ્યામાં સમાજના મત હોવાથી કોંગ્રેસની વોટબેંક તુટશે, જેનો સીધો ફાયદો ભાજપને મળશે.

2017 વિધાનસભામાં સરસાઈના આંકડાઓને લોકસભાની સીટો પ્રમાણે વિભાજન કરી તારણ : 2017ની ચૂંટણીમાં લોકસભા સીટ વાઇઝ વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસની  સરસાઇના  આધારે તારણ નીકળ્યું છે.  ધારો કે કચ્છની 7 વિધાનસભા બેઠકોમાંથી પાંચ પર 54,316 સરસાઈથી ભાજપનો વિજય થયો હતો.  કોંગ્રેસને 3 સીટ પર 27813ની સરસાઇ મળી હતી. તફાવત 26503 હતો. એટલે ભાજપ આ મતથી આગળ ગણાય.

 

સીટભાજપકોંગ્રેસઅન્યતફાવત
કચ્છ54,31627,813026,503
બનાસકાંઠા26,09051,1450-25,055
પાટણ38,32156,36019,558-37,597
મહેસાણા20,08535,4570-15,372
સાબરકાંઠા21,58531,5600-9975
ગાંધીનગર2,82,98611,60402,71,382
અમદાવાદ પૂર્વ2,04,2452,80702,01,438
અમદાવાદપશ્ચિમ2,59,04467,56201,91,482
સુરેન્દ્રનગર19,84967,3200-47,471
રાજકોટ1,26,04439,845086,199
પોરબંદર1,79,58793,71323,53562,339
જામનગર62,25752,72709,530
જૂનાગઢ01,14,0600-1,14,060
અમરેલી685257,4120-50,560
ભાવનગર95,20710,373084,834
આણંદ448261,6340-57,152
ખેડા90,79940,178050,621
પંચમહાલ90,62717,0628,01965,546
દાહોદ74,38156,332018,049
વડોદરા3,13,531003,13,531
છોટા ઉદેપુર72,80727,918044,889
ભરુચ82,3929,94269,9862464
બારડોલી1,10,61196,19104,420
સૂરત3,00,954003,00,954
નવસારી3,99,448003,99,448
વલસાડ1,59,12218,03001,41,092
અન્ય સમાચારો પણ છે...