તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાક ધમધમતા ઓનલાઇન વોર રૂમ, ભાજપ પાસે કોંગ્રેસ કરતાં ત્રણ ગણી સાઇબર આર્મી, ફોલોઅર્સમાં પણ ભાજપ અનેકગણો આગળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં લેપટોપ લઈને ઑનલાઇન પ્રચાર કરી રહેલા ભાજપ કાર્યકરો - Divya Bhaskar
રાજકોટમાં લેપટોપ લઈને ઑનલાઇન પ્રચાર કરી રહેલા ભાજપ કાર્યકરો
  • આઇટી સેલમાં બંને પક્ષમાં કાર્યકરો વોલન્ટિયર તરીકે કામ કરતા હોવાનો દાવો

ચિરાગ રાવલ.અમદાવાદ: ભાજપ અને કોગ્રેસે એમ બંને પક્ષએ પોતાની સોશિયલ મિડીયાની અલગ ટીમ બનાવીને 24 કલાક કાર્યરત રાખવાની વ્યવસ્થા ઉભી કરી છે. ભાજપ પાસે સોશિયલ મિડીયા માટે આઇટી સેલમાં 15626 વોલન્ટીયરની ટીમ છે. જયારે કોંગ્રેસ પાસે પાંચ હજારથી વધુની ટીમ છે. વર્ષ 2014 કરતા કોંગ્રેસ પાસે વધુ વોલન્ટીયર છે. 

કોંગ્રેસના સોશિયલ મિડીયા હેડ હેંમાંગ રાવલે કહ્યું હતું કે સોશિયલ મિડીયા પર અબ હોગા ન્યાય, આપણો સાંસદ તો આપણે સાંસદ અને ચોકીદાર ચોર હૈ, હવે થશે સૌની દરકાર, આવી રહી છે જેવા કેમ્પેન ચલાવાય છે. મેસેજ પહોંચડતા પહેલા ગૂગલમાં રિવર્સ સર્ચ કરીએ છે. અલ્ટ ન્યૂઝ નામની વેબસાઇટ પર સાચા-ખોટા ન્યૂઝનો પણ આધાર લેવાય છે. શક્તિ મિશન પ્રોજેકેટમાં 4.50 લાખ અને જનમિત્રમાં જોડાયેલા એક લાખ લોકો પણ કાર્યરત રહે છે. 

ભાજપના પ્રદેશ આઇટી સોશિયલ ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ પંકજ શુકલાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશથી લઇને શકિત કેન્દ્ર સુધીની ટીમમાં વોલન્ટીય અને કાર્યકરો.  આ ટીમ મારફત મોદી હૈ તો મુકિન હૈ, મૈ ભી ચોકીદાર અ્ને ફીર એકબાર મોદી સરકાર જેવા કેમ્પેન ચલાવાય છે. સોશિયલ ટીમની પ્રદેશ કક્ષાની 30 સભ્યોની ટીમ છે. કુલ ટીમ 15626ની છે. આ ટીમ વોલન્ટીયરની હોય છે. આ ટીમને ભાજપના કેન્દ્રિય આઇટી સેલની ટીમ કન્ટેન્ટ પુરુ પાડે છે. 

ગુજરાતના પક્ષોની  સ્થિતિ

 ભાજપકોંગ્રેસ
ફેસબુક30,61,4444,25,000
ટ્વિટર9,72,0001,20,000
ઇન્સ્ટાગ્રામ1,61,0006,740
અન્ય સમાચારો પણ છે...