તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીની 35 રેલીમાં એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ, રાહુલની 31 રેલીઓમાં માત્ર ન્યાયની વાતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએમ મોદી અને રાહુલ ગાંધીની ફાઈલ તસવીર - Divya Bhaskar
પીએમ મોદી અને રાહુલ ગાંધીની ફાઈલ તસવીર
  • મોદીની 13 દિવસમાં 42 રેલીઓ, રાહુલની 21 દિવસમાં 44 રેલી
  • મોદીએ ફક્ત એકવાર રાહુલ-પ્રિયંકાનું નામ લીધું, રાહુલે દરેક રેલીમાં મોદીનું નામ લીધું
  • ભાજપે સૌથી ઉપર રાષ્ટ્રવાદ રાખ્યો, કોંગ્રેસે બેઝિક મિનિમમ ઇન્કમ

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે દક્ષિણ ભારતના પ્રવાસે રહ્યા. રાહુલે શુક્રવારે તમિલનાડુમાં 4 રેલી કરી. રાહુલે 21 દિવસમાં 44 રેલીઓ સંબોધી છે. જોકે મોદી 13 દિવસમાં 42 રેલી કરી ચૂક્યા છે. મોદીએ 35 રેલીઓમાં પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો,

જોકે રાહુલે 31 રેલીમાં બેઝિક મિનિમમ ઈન્કમ “ન્યાય’ યોજનાનો ઉલ્લેખ કર્યો જે કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં સામેલ છે. બીજી બાજુ મોદીએ કોંગ્રેસ પર લગભગ દરેક રેલીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો અને પાકિસ્તાનની તરફદારી કરનાર ગણાવી. કોંગ્રેસને ટુકડા-ટુકડા ગેંગ બતાવી. 

કમલનાથના નજીકનાઓ પર આઈટીના દરોડાનો રોજ ઉલ્લેખ

  • * મોદીએ ગત 10 રેલીમાં ભોપાલમાં પડાયેલા દરોડાને તુઘલક રોડ સ્કેમ ગણાવ્યું.
  • * જોકે કોંગ્રેસ તેને કેન્દ્રની ગભરાટ ગણાવે છે. રાહુલ અત્યાર સુધી તેના પર મુક્તમને બોલ્યા નથી.

મોદીની રેલીઓ...

  •  મોદીએ ચોકીદાર, નામદાર, કામદાર, ટુકડા-ટુકડા ગેંગ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો. આ વખતે શહેજાદા શબ્દનો ઉલ્લેખ ફકત બે રેલીમાં કર્યો.
  •  રાહુલ-પ્રિયંકાનું નામ ફક્ત એક રેલીમાં લીધું. ‘કોંગ્રેસમુક્ત’ અને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ શબ્દ સાંભળવા મળ્યા નથી. 

પૂર્વ ભારતમાં સિટિઝનશિપ બિલનો પણ ઉલ્લેખ

ઉત્તર ભારત પૂર્વ ભારત દક્ષિણ ભારત પશ્ચિમ ભારત
09 રેલી 16 રેલી 10 રેલી 7 રેલી
રાષ્ટ્રવાદ, એરસ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક, રાષ્ટ્રવાદ,
એરસ્ટ્રાઈક, વિકાસ ભ્રષ્ટાચાર, હિંદુત્વ
ધ્રૂવીકરણ, રાષ્ટ્રવાદ, કોંગ્રેસ, આતંકવાદ,
ચોકીદાર સિટિઝનશિપ વિકાસ ચોકીદાર


​​​​રાહુલની રેલીઓ...

  • રાહુલે સૌથી વધુ નરેન્દ્ર મોદી, અનિલ અંબાણી, નીરવ મોદી, માલ્યા અને ચોક્સીનાં નામ લીધાં. 3 રેલીમાં તેમણે આતંકી અઝહર મસૂદનો ઉલ્લેખ કર્યો.
  • રાફેલનો ઉલ્લેખ ફક્ત 3 રેલીમાં. યુવા, નોટબંધી, ખેડૂત, જીએસટી જેવા શબ્દોનો ઉલ્લેખ પોતાની અડધાથી વધુ રેલીમાં કર્યો.

ઉત્તર ભારતમાં જ ચોકીદાર ચોરનો સૂત્રોચ્ચાર કર્યો

ઉત્તર ભારત પૂર્વ ભારત દ. ભારત પ. ભારત
15 14 16 6
ચોકીદાર ચોર, બંધારણીય માછીમાર, શિક્ષણ GST,
બેકારી, ન્યાય સંસ્થાનો, વિશેષ ન્યાય યોજના નોટબંધી
ખેડૂત અને અધિકાર મહિલા અનામત દેવામાફી
લોનમાફી બેરોજગારી રાષ્ટ્રીય એકતા ભ્રષ્ટાચાર

દક્ષિણમાં રાહુલ નીટ પર આવ્યા, મોદીએ “હિન્દુસ્તાનના હીરો’નું પુનરાવર્તન કર્યુ

ઈમાનદાર ચોકીદાર ચાલશે કે ભ્રષ્ટાચારી: મને આનંદ છે કે દેશ એક સુરમાં વાત કરી રહ્યો છે. જે પહેલીવાર મતદાન કરશે તેમને પૂછવા માગું છું કે રાષ્ટ્ર સામે સમાધાન મંજૂર છે? હવે નક્કી કરવાનું છે કે ઈમાનદાર ચોકીદાર ચાલશે કે પછી ભ્રષ્ટાચારી નામદાર.- નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રથી

આપઘાત કરનારી છોકરીનો ઉલ્લેખ: મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટમાં ભ્રષ્ટાચાર છે. મને ખબર છે કે તમિલનાડુમાં અનીતા નામની છોકરીએ પરીક્ષાને લીધે આપઘાત કરી લીધો. હવે રાજ્ય નક્કી કરશે કે તે કેન્દ્રની આવી યોજનાઓને લાગુ કરે કે ના કરે.- રાહુલ ગાંધી, તમિલનાડુમાં