• Home
  • Election 2019
  • Analysis
  • congress follow 2014 bjp mla formula in 2019 loksabha election bjp 2014 loksabha formula of seating mla make candidate for parliament election follow by congress in 2019

લોકસભા / ગુજરાતમાં ભાજપની 2014ની ધારાસભ્ય ફોર્મ્યુલાને કોંગ્રેસે 2019ની ચૂંટણી માટે અપનાવી, સક્ષમ ઉમેદવાર ઉતાર્યા

congress follow 2014 bjp mla formula in 2019 loksabha election bjp 2014 loksabha formula of seating mla make candidate for parliament election follow by congress in 2019

  • આ વખતે પણ ભાજપે એક મંત્રી સહિત 4 ધારાસભ્યને ટિકિટ આપી છે
  • કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં આપવા જાહેરાત કરાઈ હતી

DivyaBhaskar

Apr 15, 2019, 05:06 PM IST

અમદાવાદ: લોકસભા માટે 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન થવાનું છે. ગઈ 3 એપ્રિલે લોકસભા ઉમેદવારનું બંને રાજકીય પાર્ટીઓનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં એક અગત્યનું ફેક્ટર સામે આવ્યું હતું. સિટિંગ ધારાસભ્યોને ચૂંટણી લડાવવાનું. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અપનાવેલી ફોર્મ્યુલાને કોંગ્રેસે 2019ની લોકસભા માટે અપનાવી છે અને એ પણ ડબલ કરીને. કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભા ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામેલ છે. ગુજરાત કોંગ્રેસે અગાઉ જાહેરાત કરી હતી કે કોંગ્રેસના ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવામાં નહીં આવે. પરંતુ અચાનક કોંગ્રેસે રણનીતિ બદલીને સક્ષમ ધારાસભ્યોને ટિકિટ ફાળવી હતી.
2014ની તુલનામાં કોંગ્રેસના ભાજપ કરતાં બમણા ધારાસભ્ય
ભાજપે ગઈ લોકસભા માટે ગુજરાતમાંથી 4 ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. ચારેય ધારાસભ્યો જીતી ગયા હતા અને પાર્લામેન્ટમાં પહોંચ્યા હતા. તેની સરખામણીએ કોંગ્રેસે આ વખતે ડબલ એટલે કે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે.
  • કોંગ્રેસના 8 ઉમેદવારો લોકસભા ચૂંટણી મેદાને
ધારાસભ્ય લોકસભા ઉમેદવાર
પરેશ ધાનાણી- અમરેલી અમરેલી
પૂંજા વંશ- ઊના જૂનાગઢ
લલિત વસોયા- ધોરાજી પોરબંદર
લલિત કગથરા- ટંકારા રાજકોટ
સોમા પટેલ - લીંબડી સુરેન્દ્રનગર
જીતુ ચૌધરી- કપરાડા વલસાડ
સી. જે. ચાવડા- ગાંધીનગર પશ્ચિમ ગાંધીનગર
રાજેન્દ્ર ઠાકોર- મોડાસા સાબરકાંઠા
  • ભાજપના 2014માં જીતનાર ચારેય ઉમેદવાર
ધારાસભ્ય લોકસભા જીત્યા
રાજેશ ચુડાસમા જૂનાગઢ
પુનમ માડમ જામનગર
દેવજી ફતેપરા સુરેન્દ્રનગર (2019માં પત્તુ કપાયું)
મોહન કુંડારિયા રાજકોટ
  • આ વખતે પણ ભાજપના 4 ધારાસભ્ય ચૂંટણી મેદાનમાં
ધારાસભ્ય લોકસભા ઉમેદવાર
પરબત પટેલ- થરાદ બનાસકાંઠા
ભરતસિંહ ડાભી- ખેરાલુ પાટણ
રતનસિંહ રાઠોડ- લુણાવાડા પંચમહાલ
હસમુખ પટેલ- અમરાઈવાડી અમદાવાદ પૂર્વ

ધારાસભ્યની ટિકિટ ટુ લોકસભા
ભાજપ દ્વારા 2014માં અપનાવાયેલી ફોર્મ્યુલામાં તેને સફળતા હાથ લાગી હતી. જેમાં તેના ચારેય ઉમેદવારો લોકસભા માટે ચૂંટાયા હતા. આ વખતે પણ તેની એ ફોર્મ્યુલાને બરકરાર રાખી છે અને ચાર ધારાસભ્યોને ટિકિટ ફાળવી છે. તેની સામે કોંગ્રેસે 8 ધારાસભ્યોને ચૂંટણી માટે ઉતાર્યા છે. કોંગ્રેસ અને ભાજપને આ ફોર્મ્યુલા ફળશે તો આવનાર સમયમાં ગુજરાતમાં બંને પાર્ટીઓ તેનું અનુસરણ કરવાનું ચાલુ રાખી શકે છે.
X
congress follow 2014 bjp mla formula in 2019 loksabha election bjp 2014 loksabha formula of seating mla make candidate for parliament election follow by congress in 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી