જાહેરાત:OBC અનામતનું કોકડું ઉકેલાવા પૂર્વે જ જિલ્લા પરિષદની ચૂંટણીઓ જાહેર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે સર્વ રાજકીય પક્ષો શું ભૂમિકા લે છે તેની પર મીટ મંડાયેલી રહેશે, સત્તાધારીઓની બેઠકો જારી

ઓબીસીનું રાજકીય અનામત રદ થયા પછી હવે રાજ્યની 5 જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચે આ ઘોષણા કરી છે. 5 ક્ટબરો મતદાન અને 6 ઓક્ટોબરે મતગણતરી થશે. જોકે ઓબીસી અનામતનું કોકડું ઉકેલાય નહીં ત્યાં સુધી રાજ્યમાં કોઈ પણ ચૂંટણીઓ યોજાવી નહીં જોઈએ એવું વલણ વિરોધી પક્ષ સાથે સત્તાધારી મહાવિકાસ આઘાડીનું પણ હોવાથી રાજકીય પક્ષો હવે શું ભૂમિકા લેશે તેની પર સૌની મીટ મંડાયેલી રહેશે.

દરમિયાન બધા જ રાજકીય પક્ષોએ ઓબીસી અનામતનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી નહીં જોઈએ એવી ભૂમિકા લીધી છે. આવા સમયે ચૂંટણી જાહેર થઈ હોવાથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લેશે, એમ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

બીજી બાજુ સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસની બેઠકમાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે અનામત ટકાવવા માટે કેટલાંક સૂચનો કર્યાં હતાં, જેની અમલબજાવણી તુરંત કરવામાં આવી હોત તો આ વારો આવ્યો નહીં હોત, એમ વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું છે. સત્તાધારીઓ બેઠકો પર બેઠકો લઈ રહી છે, પરંતુ નિર્ણય થતા નથી, એવું દુઃખ પણ તેમણે વ્યક્ત કર્યું હતું.

કઈ જિલ્લા પરિષદની ચૂંટણી
ધુળે, નંદુરબાર, અકોલા, વાશીમ અને નાગપુર જિલ્લા પરિષદ અને તે અંતર્ગત ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો સ્થગિત કરેલો ચૂંટણી કાર્યક્રમ પૂરો કરવાની દષ્ટિએ 5 ઓક્ટોબરે મતદાન થશે. પાલઘર જિલ્લા પરિષદ અને તેના અંતર્ગત આવતાં ખાલી પદોની પેટાચૂંટણીઓ પણ તે જ દિવસે યોજાશે અને સર્વ ઠેકાણે મતગણતરી 6 ઓક્ટોબરે થશે, એવી ઘોષણા રાજ્ય ચૂંટણી પંચ યુ પી એસ મદાને સોમવારે કરી હતી.

ચૂંટણી કાર્યક્રમ આ રીતે હશે
ચૂંટણી કાર્યક્રમમાં 15મીથી 20મી સપ્ટેમ્બર સુધી અરજી દાખલ કરાશે. 21મી સપ્ટેમ્બરે અરજીની છાનબીન કરાશે. 29 સપ્ટેમ્બર સુધી અરજી પાછી ખેંચી શકાશે. 5 ઓક્ટોબરે મતદાન થશે અને 6 ઓક્ટોબરે મતગણતરી થશે. જિલ્લા પરિષદની 85 બેઠક અને પંચાયત સમિતિની 144 બેઠક માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...