રાહત:મુંબઈમાં માર્ચ 2020 પછી પહેલી વાર 24 કલાકમાં કોરોનાથી શૂન્ય મૃત્યુ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વન્સિંગમાં હકારાત્મક તારણો

મુંબઈગરા આગામી દિવાળી તહેવાર માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ગૂડ ન્યૂઝ છે. મુંબઈમાં રવિવાર સુધી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ દર્દીનું મોત થયું નહોતું. 26મી માર્ચ, 2020 પછી પહેલી જ વાર 24 કલાકમાં કોરોનાથી એકેય દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. જોકે નવા 367 કેસ નોંધાયા છે, પરંતુ તેની સામે 518 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ મુંબઈમાં 5030 એક્ટિવ દર્દી છે.

મુંબઈમાં દર્દી સાજા થવાનું પ્રમાણ 97 ટકા થયું છે, કેસનો એકંદર વૃદ્ધિ દર 0.06 ટકા થયો છે અને ડબલિંગ રેટ 1214 દિવસ થયો છે. ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓમાં એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન શૂન્ય છે, જ્યારે એક્ટિવ સીલ કરેલી બિલ્ડિંગ 50 છે. હાલમાં મુંબઈમાં 7998 ઓક્સિજન બેડ, 2217 આઈસીયુ બેડ અને 1295 વેન્ટિલેટર બેડ્સ ઉપલબ્ધ છે, એમ મહાપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દરમિયાન કોવિડ-19 વાઈરસનું નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વન્સિંગ કરતી તબીબી યંત્રણા મહાપાલિકાની કસ્તુરબા હોસ્પિટલમાં ત્રીજા પરીક્ષણનાં પરિણામો પણ હકારાત્મક આવ્યાં છે. ત્રીજા સર્વેમાં એકંદરે 343 દર્દીઓમાં કોવિડ વાઈરસના નમૂનાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં ડેલ્ટા વેરિયન્ટના 54 ટકા, ડેલ્ટા ડેરિવેટિવના 34 ટકા અને અન્ય પ્રકારના 22 દર્દી મળી આવ્યા હતા.

કોવિડ રસીકરણનો પ્રભાવ તરીકે ચેપ સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યો હોવાનું આ નિષ્કર્ષ પરથી જણાયું છે. આથી સર્વ પાત્ર નાગરિકોએ કોવિડની રસી લેવાનું આવશ્યક છે અને કોવિડ પ્રતિબંધક નિર્દેશોનું સખતાઈથી પાલન કરવાનું જરૂરી છે તે ફરી એક વાર સ્થાપિત થયું છે, એમ મહાપાલિકાના આરોગ્ય વિભાગે રવિવારે જણાવ્યું હતું.

રસી લીધેલા નાગરિકો પર અસર
પ્રથમ ડોઝ લીધેલા 54 નાગરિકોને કોવિડની બાધા થઈ હતી, જ્યારે ફક્ત 7 જણને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 54માંથી એકેય નાગરિકને ઓક્સિજન, આઈસીયુની જરૂર પડી નહીં અને કોઈનું મૃત્યુ થયું નથી. બંને ડોઝ લીધેલા 168ને બાધા થઈ છતાં તેમાંથી ફક્ત 46ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાંથી ફક્ત 7ને આઈસીયુમાં દાખલ કરાયા, પરંતુ કોઈનું મૃત્યુ થયું નહીં તે પણ હકારાત્મક બાબત છે.

પરીક્ષણ આ રીતે થયું હત
પરીક્ષણમાં 343 દર્દીમાં 45 દર્દી (13 ટકા) 0-20 વયવર્ષના, 126 દર્દી (37 ટકા) 21-40 વયવર્ષના અને 98 દર્દી (29 ટકા) 41-60 વયવર્ષના હતા, 63 દર્દી (18 ટકા) 61-80 અને 11 દર્દી (3 ટકા) 81-100 વયવર્ષના હતા. 343માંથી 185 દર્દી (54 ટકા) ડેલ્ટા વેરિયન્ટ, 117 (34 ટકા) ડેલ્ટા ડેરિવેટિવ પ્રકારના હતા. અન્ય પ્રકારના 40 બાધિત દર્દી (12 ટકા) હતા. ડેલ્ટા વેરિયન્ટ અને ડેલ્ટા ડેરિવેટિવ બંને પ્રકારના વાઈરસ તુલનામાં સૌમ્ય ત્રાસદાયક હોઈ વધુ ગંભીર જોખમની સંભાવના નથી.

રસી નહીં લીધી હોય તેને જોખમ
દરમિયાન રસીનો એકેય ડોઝ લીધો નહીં હોય તેવા 121 નાગરિકોને બાધા થઈ હતી, જેમાંથી 57ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, એકને ઓક્સિજન અને એકને આઈસીયુમાં ઉપચાર આપવો પડ્યો, જ્યારે ત્રણનાં મોત થયાં હતાં, જે ત્રણેય વયોવૃદ્ધ અને ડાયાબીટીસગ્રસ્ત હતા. બંનેને ડેલ્ટા ડેરિવેટિવ અને એકને ડેલ્ટા વેરિયન્ટ લાગુ થયો હતો. જોકે ત્રણેય દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવામાં વિલંબ કરતાં મૃત્યુ થયું હોવાનું નિષ્પન્ન થયું છે.

નાના બાળકોને લાગુ થવાનું નિયંત્રણમાં
પરિણામો બતાવે છે કે નિયમોનું પાલન કરતાં બાધાથી રક્ષણ મળે છે અને બાધા થાય તો પણ તીવ્રતા રોકી શકાય છે. 18થી ઓછી ઉંમરના વયજૂથનો વિચાર કરીએ તો કુલ 343માંથી 29 (8 ટકા) આ વયજૂથમાં આવતા હતા. તેમાંથી 11ને ડેલ્ટા વેરિયન્ટ અને 15નેડેલ્ટા ડેરિવેટિવ અને 3ને અન્ય પ્રકાર લાગુ થયા હતા. આનો અર્થ તુલનામાં બાળકો અને નાના બાળકોને કોવિડની બાધા લાગુ થવાનું પ્રમાણ સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યું છે એવું મહત્ત્વપૂર્ણ તારણ પણ નીકળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...