તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:ઓક્ટોબરમાં નાના બાળકોને કોરોનાની રસી અપાઈ શકે છે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. બકુલ પારેખને પૂર્ણ વિશ્વાસ

ભારતમાં આગામી સપ્ટેમ્બર મહિનાને અંતે અથવા ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં નાના બાળકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવી શકે છે, એવો વિશ્વાસ સુપ્રસિદ્ધ બાળ રોગ નિષ્ણાત અને મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. બકુલ પારેખે જણાવ્યું હતું. સાંસદ રાહુલ શેવાળે અને શ્રી રાધા ફાઉન્ડેશન આયોજિત ઈન્ફોડોસ ડિજિટલ જનજાગૃતિ અભિયાનમાં તેઓ બોલતા હતા. ડો. પારેખનું વિધાન વાલીઓ માટે મોટો દિલાસો માનવામાં આવે છે.

ઈન્ફોડોસ જનજાગૃતિ અભિયાનના બીજા સત્રમાં કોરોનાકાળમાં નાના બાળકોનું ધ્યાન કઈ રીતે લેવું તે વિષય પર ડો. પારેખે ફેસબુક લાઈવના માધ્યમથી સીધો સંવાદ સાધ્યો હતો. ડો. પારેખે જણાવ્યું કે હમણાં સુધા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપી રહ્યા છીએ. જોકે ત્રીજી લહેરમાં નાના બાળકોને કોરોનાનું સંક્રમણ થઈ શકે છે તે જોતાં દુનિયાભરમાં નાના બાળકોની કોરોનાની રસી માટે પરીક્ષણ ચાલી રહ્યાં છે. અમેરિકામાં ફાઈઝર કંપનીએ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર કોરોનાની રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે.

ગર્ભવતી મહિલાઓનું ટૂંક સમયમાં રસીકરણ : ભારતમાં પણ બાયોટેકે કોવેક્સિન રસીનું પરીક્ષણ બાળકો પર શરૂ કર્યું છે. આ પરીક્ષણના હકારાત્મક પરિણામ દેખાઈ રહ્યાં છે. ત્રીજી લહેરમાં જોખમ ટાળવા માટે નાના બાળકોનું કોરોના રસીકરણ વહેલામાં વહેલી તકે કરવાનો વિચાર સરકારી સ્તરે ચાલી રહ્યો છે. આથી સપ્ટેમ્બર મહિનાના અંતે અથવા ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં નાના બાળકોના કોરોના રસીકરણની ભારતમાં શરૂઆત થઈ શકે છે.

આ જ રીતે ગર્ભવતી મહિલાઓનું પણ રસીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવતાં તેની પણ ટૂંક સમયમાં જ શરૂઆત થશે, એમ ડો. પારેખે જણાવ્યું હતું. અભિનેત્રી સ્મૃહા જોશીએ સૂત્રસંચાલન કરેલા આ ચર્ચાસત્રમાં ડો. પારેખે કોરોનાકાળમાં નાના બાળકોનો આહાર, માનસિક સંતુલન, ડેલ્ટા પ્લસ એમ વિવિધ મુદ્દાઓ પર જનતાના મનની શંકાનું સમાધાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...