તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લોકલના પ્રવાસ માટે બે ડોઝ લીધાનો ફોટોપાસ લેવો પડશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ઓગસ્ટથી નાગરિકોએ મહાપાલિકા અથવા રાજ્ય સરકાર પાસેથી
  • બીજો ડોઝ લીધા પછી 14 દિવસ પૂરા થયેલા હોવા જોઈએ તોજ પાસ મળશે

15 ઓગસ્ટથી કોવિડ રસીના બે ડોઝ લીધા હોય તેમને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવામાં આવશે એવી ઘોષણા મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરતાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવે આ બે ડોઝ લીધાનો મહાપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા ફોટોપાસ અપાશે, જેને આધારે જ રેલવેનો પાસ મળશે એવું જણાવવામાં આવ્યું છે.

મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે આ માહિતી આપી હતી. વળી, બીજો ડોઝ લીધો હોય તો પણ તે ડોઝ લીધાના 14 દિવસ પછી જ ફોટોપાસ આપવામાં આવશે. આ ફોટોપાસ પર જ રેલવેનો પાસ મળશે. આથી 14 દિવસની શરત પણ પૂરી કરવી પડશે.

ચહલે જણાવ્યું કે રવિવારે રાત્રે મુખ્ય મંત્રીએ રાજ્યની જનતા સાથે સંવાદ સાધવા સમયે સ્પષ્ટ કહ્યું હતું કે બે ડોઝ લીધા હોય તેમને જ 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાશે. જોકે બીજો ડોઝ લીધા પછી 14 દિવસ પૂરા થયેલા હોવા જોઈએ. તો જ ફોટોપાસ મળશે.

આગામી સમયમાં હળવા નિયમોનો લાભ લેવા માટે આ ફોટોપાસ અત્યંત આવશ્યક રહેશે. ખાસકરીને રેસ્ટોરાં, જિમ, મોલ જેવાં ઠેકાણે પણ આ પાસની જરૂર રહેશે. આથી નાગરિકોએ વહેલી તકે રસી લેવી જોઈએ. નવેમ્બરના મધ્ય સુધી મુંબઈમાં 18 વર્ષથી ઉપરના 90 લાખ લોકોના બંને ડોઝ પૂરા થશે, એમ ચહલે જણાવ્યું હતું.

શરતો સાથે પ્રવાસ વધુ મુશ્કેલ બન્યોઃ ‌BJP
દરમિયાન ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું હતું કે નિયમો સાથે પ્રવાસને લઈને પ્રવાસ વધુ મુશ્કેલ બનાવી દીધો છે. રેલવે પ્રવાસ માટે સરકારના એપ પર નોંધણી કરવી પડશે એવી શરત રખાઈ છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે તૈયાર કરેલા આરોગ્ય સેતુ એપ પર મોટા ભાગના મુંબઈગરાની નોંધણી થઈ ચૂકી છે અને તેની પર રસીકરણ થયું કે નહીં તેની સ્પષ્ટ નોંધ છે.

આ તૈયાર સુવિધાનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને સુવિધા કરી આપવાને બદલે ઠાકરેએ સરકારનો એપ વાપરો નહિતર મહાપાલિકા પાસેથી પાસ લો એવું કોકડું ગૂંચવી નાખ્યું છે. આને કારણે લોકલમાં પ્રવાસની બધાને છૂટ આપી હોવા છતાં સામાન્ય નાગરિકો માટે પ્રવાસ આસાન નહીં રહેશે. ઊલટું ગૂંચ વધવાની છે.

અન્ય સમાચારો પણ છે...