તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મુંબઈના અનેક પુરાતન સ્થળોનો વૈભવ માણવા મળશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પર્યટન વિભાગ હેરિટેજ વોકની રૂપરેખા તૈયાર કરે છે

મુંબઈ મહાપાલિકા મુખ્યાલયમાં હેરિટેજ વોકને મળતા સરસ પ્રતિસાદને લીધે હવે આગામી તબક્કામાં અન્ય અનેક પુરાતન વારસાસ્થળોનો ઈતિહાસ પણ જીવંત થશે. મુંબઈ યુનિવર્સિટી, પોલીસ મુખ્યાલય, મુંબઈ હાઈ કોર્ટ, વિધાન ભવન જેવા અનેક સ્થાપત્યોમાં હેરિટેજ વોક શરૂ કરવાની રૂપરેખા બનાવવાની પર્યટન વિભાગે શરૂઆત કરી છે. તેથી આગામી સમયમાં મુંબઈના હેરિટેજ વૈભવનો આંખોથી અનુભવ લઈ શકાશે. મુંબઈ મહાપાલિકાના મુખ્યાલયમાં હેરિટેજ વોકને મુંબઈ ઉપરાંત પુણે, નાશિક અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ તરફથી ઉતમ પ્રતિસાદ મળી રહ્યો છે.

અઠવાડિયે લગભગ 8 હેરિટેજ વોકનું આયોજન થાય છે ત્યારે દર શનિવાર અને રવિવારે આ વોકની સંખ્યા 12 સુધી થાય છે. મહાપાલિકાના આ પુરાતન વૈભવ વિશે જાણવા માટે આગામી બે અઠ‌વાડિયા સુધી બુકિંગ ફૂલ છે. આ પ્રતિસાદને લીધે પર્યટન વિભાગનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેથી મહારાષ્ટ્ર પર્યટન વિકાસ મહામંડળે મુંબઈના અનેક મુખ્ય સ્થાપત્યોનો પુરાતન કલાત્મક ખજાનો દુનિયા સમક્ષ ખુલ્લો કરવાનું નિયોજન શરૂ કર્યું છે. મુંબઈ યુનિવર્સિટી, હાઈ કોર્ટ, વિધાન ભવન, પોલીસ મુખ્યાલયથી કરવાની દષ્ટિએ રૂપરેખા તૈયાર કરવાની શરૂઆત કરી છે.

નવેસરથી શરૂ થનારા આ હેરિટેજ વોક દ્વારા દુનિયાના પર્યટન નકશામાં મુંબઈની નવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ ટુર શરૂ કરવાની ઘોષણા પર્યટન વિભાગે આ પહેલાં જ કરી છે. પ્રશિક્ષિત મનુષ્યબળની જરૂર : રાજ્ય સરકારે જે સ્થાપત્યોનો વિચાર હેરિટેજ વોક માટે કર્યો છે એના પુરાતન વૈભવ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. મહાપાલિકા મુખ્યાલયના હેરિટેજ વોકને જે ઉતમ પ્રતિસાદ મળી રહ્યો છે એ આ તમામ ઠેકાણે મળશે એવી અમને ખાતરી હોવાથી મહાપાલિકા મુખ્યાલયના હેરિટેજ વોકની જવાબદારી સંભાળતા ખાકી હેરિટેજ ફાઉન્ડેશનના ભરત ગોઠસકરે જણાવ્યું હતું.

આ ફાઉન્ડેશન તરફથી મુંબઈમાં 60 હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે છે. એમાં આગામી સમયમાં વધુ 30 વોકનો ઉમેરો થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, જીપીઓ પછી નેવલ ડોકયાર્ડ, પોર્ટ ટ્રસ્ટ, જે.જે.હોસ્પિટલ, જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ જેવા અનેક સ્થાપત્યો પણ સામાન્ય નાગરિકો માટે ખુલ્લા કરવામાં આવશે. જો કે આ તમામ સ્થળોની માહિતી લોકોને આપવા માટે પ્રશિક્ષિત મનુષ્યબળની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો