તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે આ સમયમાં રસ્તાની કોરે ખીલેલા ગરમાળાના ફૂલોના ઝુમખા આલ્હાદક અનુભવ કરાવે છે. મુંબઈની બહાર અને સંપૂર્ણ મુંબઈમાં ગરમાળાના ઝાડ પર પીળા ફૂલોના ઝુમખા જોવા મળી રહ્યા છે. ગરમાળાના ઝાડ પીળા ફૂલોથી ભરાયેલા છે.
ગરમાળાના ઝાડ પર પીળા ફૂલોનું આવવું એટલે વરસાદ વહેલો આવવાનો સંકેત છે એમ માનવામાં આવે છે. ઉનાળો શરૂ થાય એટલે રસ્તા પર પીળા ફૂલો ખરી પડેલા દેખાય છે. આ વર્ષે તો મુંબઈમાં ગરમાળાના ઝાડ પર મોટા પ્રમાણમાં પીળા ફૂલ જોવા મળી રહ્યા છે. ગરમાળાના પીળા ફૂલોના ઝુમખાનો નજારો મુંબઈગરાઓને સુખદ અનુભવ આપી રહ્યો છે.
મુંબઈમાં ગરમાળાના કુલ સાડા ચાર હજાર ઝાડ છે. આ ફૂલો પુરબહારમાં ખીલ્યા હોવાથી શહેર અને ઉપનગરોમાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે. મહાપાલિકાના ઉદ્યાન અધિક્ષક જિતેન્દ્ર પરદેશીએ વરસાદ પડવાનો સંકેત આપતા વિવિધ વૃક્ષ, કાગડાઓનું ઘર બાંધવાની શરૂઆત કરવી, ગરમાળા પર ફૂલ આવવાને ચોમાસુ નજીક આવ્યાનો સંકેત માનવામાં આવે છે એમ જણાવ્યું છે.
વૃક્ષ છાંયડો તો આપે જ છે પણ એની સાથે કુદરતમાં ફેરફારનો સંકેત પણ આપે છે. ગરમાળાનું વૃક્ષ પણ એમાંથી જ એક જ જેને નેચર ઈંડિકેટર તરીકે સંબોધવામાં આવે છે. પાનખર ઋતુ પૂરી થઈને હવે ચૈત્રની મોસમ છે. બીજા ઝાડ પર પણ પાંદડા, ફૂલો ઉગી રહ્યા છે. જોકે ગરમાળાના પીળા ફૂલોના ઝુમખાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ગરમાળા પર ફૂલ આવે એટલે ચોમાસુ નજીક આવ્યું એમ જણાવવામાં આવે છે. ગરમાળા પર ફૂલ આવ્યાના લગભગ 45 થી 50 દિવસમાં વરસાદ પડે છે એનો આ સંકેત છે એમ તેમણે ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.