તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ચક્રવાતના લીધે 17મીને સોમવારે મુંબઈ અને થાણેમાં યલો એલર્ટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાયગઢમાં ગાજવીજ અને સુસવાટાભર્યા પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ

અરબી સમુદ્રમાં નીચા દબાણનો પટ્ટો નિર્માણ થવાથી ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. ચક્રવાતને કારણે 17 મેના મુંબઈ અને થાણેમાં મુશળધાર વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મુંબઈ અને થાણે માટે હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 16 અને 17 મેના સિંધુદુર્ગ અને રત્નાગિરીમાં અતિ મુશળધાર વરસાદની શક્યતા છે. 13મેના સવારના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં અને લક્ષદ્વીપના પરિસરમાં નીચા દબાણનો પટ્ટો તૈયાર થયો છે. 15 મેના લક્ષદ્વીપ અને પરિસરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એની તીવ્રતા વધતા 16 મેના ચક્રવાતમાં રૂપાંતર થશે. મુંબઈમાં 16 મેના આ ચક્રવાત સક્રિય થશે એમ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. મુંબઈને આ ચક્રવાતનું જોખમ નથી છતાં મુંબઈ મહાપાલિકા કોઈ પણ જોખમ ઉદભવે નહીં એ દષ્ટિકોણથી તકેદારી રાખી રહી છે. સિંધુદુર્ગ પ્રશાસન સજ્જ : ભારતીય હવામાન ખાતાએ આપેલી સૂચના અનુસાર લક્ષદ્વીપ બેટ, કેરળ, તમિળનાડુ, કર્ણાટક, દક્ષિણ કોકણ, ગોવા અને ગુજરાતમાં 15 થી 18 મે દરમિયાન વરસાદની અસર જણાશે.

આ સમયમાં દક્ષિણ કોકણમાં પવનની ઝડપ કલાકે 40 થી 60 કિલોમીટર રહે એવી શક્યતા છે. આ સમયગાળામાં સિંધુદુર્ગમાં વીજળીના ગડગડાટ, ઝડપી પવન સહિત મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ કલાકે 60 કિલોમીટર હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 15 મેના 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એમ પણ જણાવવામાં આવ્યું છે. રાયગઢમાં ગાજવીજ સાથે વરસાદ: આ સમયે પવનની ગતિ પ્રતિકલાક 40થી 60 કિમી વચ્ચે હશે, એમ રાયગઢના માછીમારી વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુરેશ ભારતીએ જણાવ્યું હતું.

હવામાન વિભાગે ચેતવણી આપતાં માછીમારોને કિનારે આવી જતા માટે સતર્ક કરવામાં આવ્યા હતા. આ પછી ગુરુવાર સુધી સમુદ્રમાં રહેલી અલીબાગ, મુરુડ અને ઉરણ તાલુકાઓની 142 માછીમારી બોટ શુક્રવારે સવારે કિનારે આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં રવિવાર અને સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે મુંબઈ, થાણે અને રાયગઢમાં સોમવારે અતિભારે વરસાદની શક્યતા છે. રાયગઢમાં શનિવાર પછી ગાજવીજ અને તોફાની પવન સાથે ચક્રવાતની શક્યતા હોવાની પણ આગાહી કરવામાં આવી છે.

142 માછમારી બોટ પરત આવી
16 મેએ મુંબઈ અને કોંકણના ભાગોમાં ચક્રવાત ત્રાટકશે એવી ચેતવણી ભારતીય હવામાન વિભાગે આપ્યા પછી 142 માછીમારી બોટ પાછી કિનારે આવી ગઈ છે. અરબી સમુદ્રમાં રચાયેલું નીચા દબાણનું ક્ષેત્ર 16 મે સુધી ચક્રવાતને સઘન બનાવશે એવી શક્યતા છે, જેનાથી મુંબઈ અને ગોવા તથા દક્ષિણ કોંકણ પ્રદેશ અને ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, એવી આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...