તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ દિવ્યા ભટનાગરનું કોરોનાથી મોત

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 11 દિવસથી કોરોના વાઇરસ સામે હોસ્પિટલમાં જંગ લડી રહી હતી

મુંબઇના ઓશિવરામાં રહેતી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ની 34 વર્ષની અભિનેત્રી દિવ્યા ભટનાગરનું મૃત્યુ થયું છે. છેલ્લા 11 દિવસથી તે ન્યૂમોનિયા, કોરોના વાઈરસ અને હાઈપરટેન્શનને કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. દિવ્યાના ભાઈ દેવાશિષે આ વાતની પુષ્ટિ કરી છે.દિવ્યાને કોરોના ચેપ લાગ્યો હતો, જેથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. કોવિડ -19 થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે ગંભીર સ્થિતિમાં હતી કારણ કે તેનું ઓક્સિજનનું સ્તર ઘટીને 71 થઈ ગયું હતું. તેથી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ગુલાબોની ભૂમિકા નિભાવનાર દિવ્યાને ન્યૂમોનિયા પણ થયો હતો. તેને ગોરેગાંવની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સોમવારે સવારે અંતિમ શ્વાસ લીધો હતો.

દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જોકે તબિયત વધારે બગડતાં સેવન હિલ્સમાં શિફ્ટ કરી હતી. દિવ્ય છેલ્લા ઘણા મહિનાઓથી પર્સનલ લાઈફને લીધે ટેન્શનમાં હતી. તેના લગ્નજીવનમાં ઘણી તકલીફો હતી.દેવોલિનાએ સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે બસ તું જ હંમેશાં સાથે રહેતી. દિવુ તું તો મારી પોતાની હતી, જેને હું ધમકાવી શકતી, નારાજ થઈ શકતી, મનની વાત કહી શકતી. એ સિવાયના ટીવી સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો