તપાસ:યશવંત જાધવે જ્વેલર્સ પાસેથી છ કરોડની જ્વેલરી રોકડમાં ખરીદી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IT વિભાગને નવા પુરાવા મળતાં જાધવની મુશ્કેલી વધી

શિવસેનાના નેતા યશવંત જાધવની મુશ્કેલીઓ વધી ગઇ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક બાબતોનો ખુલાસો થયો છે, અને તપાસમાં કેટલાક નવા સંકતો મળ્યા છે. છેલ્લા 10 દિવસમાં યશવંત જાધવ સામેની તપાસમાં ઝડપ આવી છે. એવું સામે આવ્યું છે, કે યશવંત જાધવે કેટલાક જ્વેલર્સ પાસેથી 6 કરોડ રૂપિયાની જ્વેલરી રોકડમાં ખરીદી હતી. મુંબઈમાં શિવસેનાના અગ્રણી નેતા અને મુંબઈ મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે થોડા મહિનાઓ પહેલાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

જાન્યુઆરીમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પર મુંબઈમાં કોવિડ સેન્ટરના નિર્માણમાં મોટું કૌભાંડ કરવાનો આરોપ હતો. સોમૈયાએ જાધવ પર મની લોન્ડરિંગના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. જે બાદ આવકવેરા વિભાગે જાધવના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારથી, યશવંત જાધવની 41 મિલકતો જપ્ત કરવામાં આવી છે.

ભાયખલામાં 31 ફ્લેટ અને બાંદ્રામાં 5 કરોડના ફ્લેટ આવકવેરા વિભાગે જપ્ત કર્યા છે.યશવંત જાધવ કેસમાં આવકવેરા વિભાગની તપાસમાં કેટલીક વધુ વિગતો બહાર આવી છે, તપાસને ગતિ મળી છે. જાધવની કુલ સંપત્તિ હવે 53 થઈ ગઈ છે, જેમાં કૈસર ઈમારતનો પણ સમાવેશ થાય છે. આ ઈમારત કાળાં નાણાંને સફેદ કરવા માટે ખરીદવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઈમારતમાંથી જ રૂ.80 કરોડની મની લોન્ડરિંગનો પર્દાફાશ થયો છે.

છેલ્લા 10 દિવસથી આઈટીની તપાસ
છેલ્લા 10 દિવસમાં આવકવેરા વિભાગે સ્થળ પર જઈને સ્થળ તપાસ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન કેટલાક લોકોએ તેમના સોગંદનામા આપ્યા હતા. યશવંત જાદવ દ્વારા કેટલાક જ્વેલર્સ પાસેથી રૂ. 6 કરોડના દાગીના ખરીદ્યા હતા, અને સમગ્ર ખરીદી રોકડમાં કરવામાં આવી હતી. જેમાં વચેટિયા દ્વારા રૂ. 1.77 કરોડની જ્વેલરી ખરીદવામાં આવી હતી. જ્વેલર્સે પણ વ્યવહારમાં રોકડ સ્વીકાર્યાની કબૂલાત કરી છે.

કરોડાના રોકડ વ્યહવાર સામે આવ્યા
તે ઉપરાંત, તપાસમાં એ પણ બહાર આવ્યું છે, કે યશવંત જાધવે બિલખાડી ચેમ્બર્સમાં ત્રણ રૂમના ભાડૂતી અધિકારો ખરીદવા માટે રોકડમાં 1.15 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. કોરોનેશન બિલ્ડીંગ, ઝૈનબ મહેલ અને કૈસર બિલ્ડીંગમાં રિયલ એસ્ટેટ ટ્રાન્સફર માટે રૂ. 3 કરોડથી વધુની રોકડ રકમ આપવામાં આવી છે, અને વધુ રોકડ વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...