તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:લેખક, દિગ્દર્શક, નિર્માતા ઈમ્તિયાઝ પટેલનું નિધન

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતી રંગભૂમિ અને હિંદી ફિલ્મ-સીરિયલોના લેખક, દિગ્દર્શક અને નિર્માતા ઈમ્તિયાઝ પટેલનું બીમારીને કારણે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 57 વર્ષના હતા. તેમના કુટુંબમાં માતા, પત્ની, પુત્ર, પુત્રી, બે ભાઈઓ છે. અત્યંત લોકપ્રિય હિંદી સીરિયલ હમ પાંચથી તેમણે લેખક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેમણે પડોશન, ચમત્કાર, કભી યે કભી વો જેવી સીરિયલોનું લેખન કર્યું હતું. હિંદી ફિલ્મોમાં તેમણે હસીના માન જાયેગી, ક્યોંકિ મૈં જૂઠ નહીં બોલતા, જોડી નંબર 1, યે હૈ જલવા સહિત અનેક હિટ ફિલ્મોના કથા અને સંવાદ લખ્યા હતા.

તેમના ગુજરાતી નાટક પટરાણી પરથી હિંદીમાં બડે અચ્છે લગતે હૈ સીરિયલ બની હતી જે ખૂબ લોકપ્રિય થઈ હતી. અત્યારે તેમના દ્વારા લિખિત સીરિયલ ઈંડિયાવાલી મા પ્રસારિત થઈ રહી છે. મૂળ ભરૂચના ઈમ્તિયાઝભાઈનો જન્મ અને ઉછેર મલાડમાં થયો હતો. લગભગ ત્રીસેક વર્ષથી તેઓ અંધેરીમાં રહેતા હતા. છેલ્લા થોડા સમયથી તેઓ બીમાર હતા.

પહેલાં સ્વાઈન ફ્લૂ અને પછી કોવિડનું સંક્રમણ થયું હતું. જો કે એમાંથી તેઓ સાજા થઈ ગયા હતા. અચાનક બે દિવસ પહેલાં તેમની તબિયત ખરાબ થઈ હતી. શનિવારે સાંજે 4 વાગ્યાના સુમારે તેમનું નિધન થયું હતું. તેમની દફનવિધી મલાડના સોમવારી બજાર કબ્રસ્તાનમાં રાત્રે સાડા નવ વાગ્યે કરવામાં આવી હતી.

100 ગુજરાતી નાટક
ઈમ્તિયાઝભાઈનું ગુજરાતી રંગભૂમિમાં અત્યંત મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ, વિકાસ ગાંડો થયો છે, કરસનદાસ કોમેડીવાળા સહિત અનેક હિટ નાટક તેમણે આપ્યા છે. અત્યાર સુધી ઈમ્તિયાઝ ભાઈએ 100 નાટક આપ્યા છે. તેમનું છેલ્લું અને 100મુ નાટક કાકા કો કુછ કુછ હોતા હૈ ગયા મહિને જ ઓપન થયું હતું. 100માંથી 50 નાટકોનું દિગ્દર્શન કર્યું હતું તો લગભગ 25 થી 30 નાટકો નિર્માતા તરીકે આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો