તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનલોકનો આગામી તબક્કા શરૂ થયા પછી દર્દીઓની વધતી સંખ્યા જોતાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે. આ સંક્રમણ નિયંત્રણમાં આવ્યા પછી પણ મહારાષ્ટ્રના નવ જિલ્લામાં વધુ પોઝિટિવિટી દરનું પ્રમાણ ઓછું કરવા માટે જે તે જિલ્લામાં વિશેષ દ્યાન આપવાનું નિયોજન આરોગ્ય વિભાગે કર્યું છે.આ બાબતે રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને ટાસ્ક ફોર્સના નિષ્ણાતોની આજે વિશેષ બેઠક પાર પડી હતી. આ બેઠકમાં ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ જણાવ્યું કે અમરાવતી, અકોલા, નંદુરબાર, વર્ધા, રત્નાગિરિ, ભંડારા, ગઢચિરોલી, નાંદેડ અને યવતમાળ જિલ્લાઓમાં પોઝિટિવિટી દર વધુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ દર ઓછો કરવા માટે ત્રિસૂત્રી એકશન પ્લાન હાથ ધરવામાં આવ્યો છે. તે અંતર્ગત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની શોધ, નિદાન, તપાસના માધ્યમથી કામ શરૂ કરવામાં આવ્યું છે.આ જ રીતે કોરોના સંબંધી ઉપચાર બાબતે જનજાગૃતિ, પ્રશિક્ષણ અને કાઉન્સેલિંગ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
નાગપુર, સાતારા અને નાશિક ખાતે હજુ રોજ દર્દીઓનું પ્રમાણ વધુ છે. નાગરિકોએ સંક્રમણ બાબતે બેદરકારી નહીં રાખવી જોઈએ. આ માટે વર્ષાંત સુધી માસ્કનો ઉપયોગ બંધનકારક છે.
મહારાષ્ટ્રમાં આજથી રસીનો બીજો તબક્કો
દેશમાં દિલ્હી, ગુજરાત, તામિલનાડુ સાથે વિવિધ રાજ્યોમાં કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો તબક્કો શનિવારથી શરૂ થયો છે. જોકે મહારાષ્ટ્રમાં બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. 16 જાન્યુઆરીના રોજ કોરોના રસીકરણની ઝુંબેશનો દેશભરમાં આરંભ થયો હતો. રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી 28 દિવસે શનિવારે આ રસીનો બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શુક્રવાર સુધી દેશભરમાં 79,67,647 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
લોકલ ટ્રેન શરૂ થયા પછી મુંબઈમાં કેસ વધ્યા
દરમિયાન આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે લોકલ ટ્રેન શરૂ થયા પછી છેલ્લા દસ દિવસમાં મુંબઈમાં કેસ વધવા લાગ્યા છે. ટ્રેનમાં સામાન્ય નાગરિકો માટે પ્રવાસમાં સમયના નિયંત્રણ છતાં રોજ 200થી વધુ દર્દી મુંબઈમાં મળી રહ્યા છે. જોકે તેને કારણે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવાનો કોઈ વિચાર નથી. જરૂરી સાવચેતીઓ લેવા માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. રાજ્યના નવ જિલ્લામાં કેસમાં વધારાને લીધે નાગપુર અને અમરાવતી વિભાગના કમિશનરોને વધુ સતર્ક રહેવા માટે દેશ આપવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.