તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:માનવતાના ધોરણે શ્રમિકોને પગપાળા જવા દેવાય છેઃ ગૃહ રાજ્યમંત્રી

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પગપાળા જતા શ્રમિકોને રોકવા માટે સખતાઈ નહીં કરવાનો નિર્ણય લેવાયો

લોકડાઉન વચ્ચે પણ અન્ય વ્યવસ્થાને અભાવે હજારો શ્રમિકો પગપાળા જ નીકળી પડ્યા છે. તેમને રોકવા માટે સખતાઈ નહીં કરવાનો અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં માનવતાના ધોરણે તેમને જવા દેવાનો નિર્ણય લેવાયો છે, એમ રાજ્ય ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું. અમે ટ્રેનસેવાઓ શરૂ કરવા માટે અગાઉથી આગ્રહ કરતા હતા. જો તે શરૂ થઈ ગઈ હોત તો શ્રમિકોને વધુ મુશ્કેલીઓ સહન નહીં કરવી પડી હોત, એમ પણ તેમણે કેન્દ્ર પર ઢોળતા જણાવ્યું હતું. હજારો શ્રમિકો લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને સેંકડો કિલોમીટર પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. માનવતાને ધોરણે અમે તેમને જવા દઈ રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

અમે તેમની સાથે સખતાઈથી નહીં વર્તવાનો નિર્ણય લીધો
ગયા મહિના 4000થી વધુ શ્રમિકો બાંદરા સ્ટેશનની બહાર ભેગા થઈ ગયા હતા અને વતન જવા માટે પરિવહનની વ્યવસ્થા કરવાની માગણી કરી હતી. પોલીસે તેમને વિખેરવા માટે તેમની પર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અગાઉ અમે સખતાઈથી કામ લીધું હતું, પરંતુ લોકડાઉનની મુદત વધતાં શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ છે.શ્રમિકો એટલા અધીરા બની ગયા છે કે તેઓ કાયદાનો અમલ કરતી સંસ્થાઓ દ્વારા ગમે તેટલાં કડક પગલાં લેવામાં આવે તો પણ તેઓ સામનો કરવા તૈયાર છે. આથી અમે તેમની સાથે સખતાઈથી નહીં વર્તવાનો નિર્ણય લીધો છે. મારા મંત્રાલય સાથે એકંદરે સરકાર તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

મધ્ય પ્રદેશના 10,000 શ્રમિકો તેલંગણામાં અટવાઈ ગયા
જો ઉદ્ધવ ઠાકરે સરકારે અગાઉ માગણી કર્યા મુજબ ટ્રેન સેવાઓ શરૂ કરી દેવાઈ હોત તો શ્રમિકોને વધુ મુશ્કેલીઓ વેઠવી નહીં પડી હોત. રાજ્ય સરકાર અને શ્રમિકો વચ્ચે અમુક સંદેશવ્યવહારનું અંતર છે, જે અગાઉ સુધારી શકાયું હોત. લોકડાઉન આટલો લાંબો ચાલશે એવું અમે વિચાર્યું નહોતું. અમે શ્રમિકો જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ અનેક અપીલો કરી છે, પરંતુ શ્રમિકો તેમના વતન જવા માટે આગ્રહી છે.અમુક ઉદ્યોગો ચાલુ થઈ ગયા છે અને આગામી દિવસોમાં વધુ રાહતો આપવામાં આવશે એવું અમે શ્રમિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હું હંગામી છાવણીઓમાં ગયો હતો અને શ્રમિકો જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અમે હાલમાં વતન જવા માગીએ છીએ. દિવાળી પર પાછા આવીશું, એમ દેશમુખે જણાવ્યું હતું.તેઓ વતન જવા માટે મોટું જોખમ ઉઠાવી રહ્યા છે, કારણ કે તેમની પાસે પ્રવાસ કરવા પૂર્વે નાણાં અને સંસાધન નથી. મધ્ય પ્રદેશના 10,000 શ્રમિકો તેલંગણામાં અટવાઈ ગયા હતા. તેમનો ખર્ચ મહારાષ્ટ્ર સરકારે ભોગવ્યો છે. તેલંગણા સરકારે તેમને મહારાષ્ટ્રની સીમા પર છોડી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો