• Home
  • Local
  • Mumbai
  • Work on social distance continues in Mumbai Metro, now there will be no crowd in the metro

કોરોનાવાઈરસ / મુંબઈ મેટ્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કામ ચાલુ, હવે મેટ્રોમાં ગિરદી જોવા નહીં મળે

Work on social distance continues in Mumbai Metro, now there will be no crowd in the metro
X
Work on social distance continues in Mumbai Metro, now there will be no crowd in the metro

  • કઠોર નિયમોના પાલન સાથે હવે મેટ્રોમાં ગિરદી જોવા નહીં મળે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:58 AM IST

મુંબઈ. લોકડાઉનમાંથી બહાર પડવા રાજ્ય સરકારે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. આ જ પાર્શ્વભૂમિ પર મુંબઈમાં ટૂંક સમયમાં મેટ્રો શરૂ કરવા માટે મુંબઈ મેટ્રો તરફથી નિયોજન ચાલુ કરવામાં આવ્યું છે. હવે મેટ્રોથી પ્રવાસ કરવા કઠોર  નિયમોનું પાલન કરવું પડશે. મુંબઈ મેટ્રોએ આ સંદર્ભે ટ્વિટ કરીને માહિતી આપી છે. હવેથી મેટ્રોમાં જરાય ગિરદી દેખાશે નહીં. સાથે જ સીટિંગ વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને તૈયાર કરવામાં આવે છે.  એક તરફ મુંબઈમાં દિવસે દિવસે કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મુંબઈ જેવું આર્થિક રાજધાની ગણાતું શહેર બંધ હોવાથી અર્થવ્યવસ્થા અડચણમાં મૂકાઈ છે. તેથી મુંબઈ ફરીથી ચાલુ કરવા માટે પ્રશાસનના જોરદાર પ્રયત્નો ચાલુ છે. 
ટોકનના બદલે પેપર ટિકિટ, ડિજિટલ ટિકિટ, સ્માર્ટકાર્ડનો ઉપયોગ થઈ શકે
લોકડાઉન પછી કોરોનાનો ફેલાવો ટાળવા મેટ્રોના પ્રવાસમાંથી પ્લાસ્ટિક ટોકન કાઢી નાખવામાં આવશે. ડિજિટલ ટિકિટ વ્યવસ્થા પર મેટ્રો ભાર મૂકશે. આ સંબંધી તૈયારીઓ ચાલુ છે. લોકડાઉન પૂરો થયા પછી મુંબઈ મેટ્રો પાટા પર દોડતી થશે ત્યારે મેટ્રોમાં પ્રવાસ કરવાના નિયમો બદલાયેલા હશે. સીટિંગ વ્યવસ્થામાં ફેરફાર સાથે જ મુંબઈ મેટ્રો પ્લાસ્ટિક ટોકન બંધ કરશે. પ્રવાસીઓની સુરક્ષિતતા માટે મુંબઈ મેટ્રો સીટિંગ વ્યવસ્થામાં બે વ્યક્તિઓની સીટ વચ્ચે એક ખાલી સીટનું અંતર રાખશે. આ બાબત દર્શાવતા સ્ટિકરો અત્યારે મેટ્રોની સીટો પર લગાડવામાં આવી રહ્યા છે. મેટ્રોના પ્લાસ્ટિક ટોકનના બદલે પેપર ટિકિટ, ડિજિટલ ટિકિટ, સ્માર્ટકાર્ડનો ઉપયોગ થઈ શકે છે. 
લોકલ વિશે હજી નિર્ણય નહીં
મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન સેવા માટે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે થોડા પ્રમાણમાં લોકલ ચાલુ કરવાની વિનંતી કેન્દ્ર સરકારને કરી છે. જોકે એને રેલવે મંત્રાલયનો પ્રતિસાદ હજી મળ્યો નથી. દરમિયાન બુધવારે અત્યાવશ્યક સેવામાં કામ કરતા કર્મચારીઓ માટે લોકલ ટ્રેન દોડાવવામાં આવી હતી એવી માહિતી રેલવેએ આપી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી