ભાસ્કર વિશેષ:બાબાસાહેબના સ્મારકનું કામ 2024માં પૂરું થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્દુ મિલમાં પૂતળા સિવાય પ્રકલ્પનું 49.5 ટકા જેટલું કામ પૂરું થયું છે

દાદરની ઈંદુ મિલની જગ્યામાં ઊભું કરવામાં આવનાર ડો. બાબાસાહેબ આંબેડકરના સ્મારકની ઈમારત અને પૂતળાના કામને છોડીને પ્રકલ્પનું કામ 49.5 ટકા પૂરું થયું છે. સ્મારકના ઈમારતના કામની શરૂઆત થઈ છે અને અત્યાર સુધી 6.65 ટકા કામ પૂરું થયું છે. માર્ચ 2024માં કામ પૂરું કરવાનું નિયોજન મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તરફથી કરવામાં આવ્યું છે.

દાદર ખાતેની ઈંદુ મિલની 12 એકર જમીન પર ડો. બાબાસાહેબ આંબેડકરનું 450 ફૂટ ઉંચુ સ્મારક ઊભું કરવામાં આવી રહ્યું છે. એમાં 100 ફૂટ ઉંચી સ્મારકના બેઝની ઈમારત છે. એના પર ડો. બાબાસાહેબ આંબેડકરનું 350 ફૂટ ઉંચુ પૂતળુ ઊભું રહેશે. હાલની સ્થિતિમાં સ્મારકની ઈમારતનું લગભગ 80 ટકા કામ પૂરું થયું છે. પૂતળાના અંતર્ગત ભાગના સ્ટ્રકરચલ સ્ટીલની નિર્મિતીનું કામ કારખાનામાં શરૂ કરવામાં આવ્યું છે. ઈમારત પૂરું થયા પછી પૂતળાને ઊભું કરવાના કામની શરૂઆત થશે એવી માહિતી અધિકારીએ આપી હતી.

આ પ્રકલ્પના કામની શરૂઆત ફેબ્રુઆરી 2018માં થઈ હતી. એ સમયના નિયોજન અનુસાર 36 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2021માં પ્રકલ્પનું કામ પૂરું થવું અપેક્ષિત હતું. જોકે પ્રકલ્પના કામમાં વિલંબ થવાથી હવે 2024 સુધી સ્મારકનું કામ પૂરું થશે. 2017માં આ પ્રકલ્પ માટે 763 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હતો. 2020માં આ પ્રકલ્પના સ્મારકની ઉંચાઈ 350 ફૂટથી વધારીને 450 ફૂટ કરવામાં આવી. તેથી ખર્ચમાં તોતિંગ વધારો થઈને હવે 1 હજાર કરોડ રૂપિયા પર પહોચ્યો છે.

પ્રકલ્પના મુખ્ય આકર્ષણ
ઈંદુ મિલ પરિસરના બેઝનો સુધારો અને સુશોભિકરણ કરીને મહાડના તળાવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. સ્મારક ઈમારતમાં બૌદ્ધ સ્થાપત્ય શૈલીનો ઘુમ્મટ, ચૈત્ય સભાગૃહ, મ્યુઝિયમ હશે. એમાં પ્રદર્શન યોજવાની સગવડ પણ હશે. પૂતળાના દાદરા સુધી પહોંચવા 6 મીટર આંતરિક અને બાહ્ય ચક્રકાર માર્ગ પ્રસ્તાવિત છે. એમાં વિવિધ કલાકૃતિઓ કોતરવામાં આવશે. 1 હજાર નાગરિકની બેઠકની ક્ષમતાનું ઓડિટોરિયમ અને આર્ટ ગેલેરી બાંધવામાં આવશે. 100 સીટના ક્ષમતાના 4 સંશોધન કેન્દ્ર ક્લાસ હશે. આ સંશોધન કેન્દ્રમાં લાયબ્રેરી, વિપશ્યના કેન્દ્ર, પરિક્રમા પથ હશે.

અન્ય સમાચારો પણ છે...