મેટ્રોનું કામ ઝડપી:અંડરગ્રાઉન્ડ કોરિડોરના 11 સ્ટેશનનું કામ 85 % પૂરું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોલાબા-સીપ્ઝ-બાન્દરા મેટ્રોનું કામ ઝડપી

મુંબઈમાં મેટ્રો રૂટનું કામ ઝડપથી થઈ રહ્યું છે. ખાસ વાત એટલે જમીનની નીચે પણ મેટ્રો માર્ગ બાંધવાનું કામ ચાલુ છે. જમીનથી 20 મીટર નીચે બાંધવામાં આવતા મેટ્રો માર્ગના 26 સ્ટેશનમાંથી 17 સ્ટેશનનું કામ 80 ટકાથી વધુ પૂરું થયું છે. એ સાથે જ 10 સ્ટેશનનું કામ 79 ટકાથી વધુ પૂરું થયું છે. મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો કોલાબા-સીપ્ઝ-બાન્દરા દરમિયાન 33.5 કિલોમીટર બાંધવામાં આવી રહી છે. ખાસ વાત એટલે કોરિડોરના 11 સ્ટેશનના કામ 85 ટકા કામ પૂરું થયું છે એવી માહિતી એમએમઆરસીએલ તરફથી આપવામાં આવી છે.

કફ પરેડ 84, વિધાન ભવન 86, ચર્ચગેટ 83, હુતાત્મા ચોક 82, સીએસએમટી 80, કાલબાદેવી 33, ગિરગાવ 33, ગ્રાન્ટ રોડ 48, મુંબઈ સેંટ્રલ 80, મહાલક્ષ્મી 79, સાયન્સ મ્યુઝિયમ 77, આચાર્ય અત્રે ચોક 53, વરલી 76, સિદ્ધિવનાયક 84, દાદર 74, શિતલાદેવી 63, ધારાવી 78, બીકેસી 76, વિદ્યાનગરી 78, સાંતાક્રુઝ 78, સીએસએમઆઈઈએ 79, સહારા રોડ 79, સીએસએમઆઈએ (આઈ) 80, મરોલ નાકા 84, એમઆઈડીસી 88, સિપ્ઝ 86 ટકા તૈયાર છે. કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, એમઆઈડીસી, સિપ્ઝ સ્ટેશનના કામ 80 ટકાથી વધુ પૂરા થયા છે.

અન્ય સમાચારો પણ છે...