તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાર્વજનિક હિતના વિકાસ પ્રકલ્પોનું કામ રોકી શકાય નહિ : હાઇકોર્ટ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોસ્ટલ રોડની આડે આવતા પંચમ પરબના ચાલકોને વચગાળાની રાહત નહિ

સાર્વજનિક હિતના પાયાભૂત પ્રકલ્પોનું કામ રોકી શકાય નહીં એવું નિરીક્ષણ નોંધતા મુંબઈ શહેર દિવાની કોર્ટે કોસ્ટલ રોડની આડે આવતા પંચમ પરબના ચાલકોને કોઈ વચગાળાની રાહત આપવાનો નકાર આપ્યો હતો. એલ એન્ડ ટી કંપનીએ મુંબઈ મહાપાલિકા પાસે પત્ર દ્વારા મરિન ડ્રાઈવ પરની એ પરબ હટાવવાની પરવાનગી માગી છે. કંપનીને હાલ કોઈ પણ કાર્યવાહી કરવાથી રોકવી એવી પરબની સંચાલક સ્વયંસેવી સંસ્થાની વિનંતી દીવાની કોર્ટે ફગાવી દીધી હતી.

નાગરિકોની અગવડને ધ્યાનમાં રાખતા પંચમ અ ચાઈલ્ડ એડ એસોસિએશન નામની સંસ્થાના સંસ્થાપક અધ્યક્ષ રાણી પોદ્દારે 27 વર્ષ પહેલાં મુંબઈ મહાપાલિકાની પરવાનગીથી મરિન ડ્રાઈવ ખાતે તારાપોરવાલા એક્વેરિયમ સામેના નેતાજી સુભાષ રોડની ફૂટપાથ પર શીતલ જળની સાર્વજનિક સુવિધાવાળી પંચમ પરબ બાંધી હતી. હવે આ પરબ કોસ્ટલ રોડના એક ભાગ તરીકે ઊભા કરવામાં આવનાર રેમ્પ, સરફેસ રોડ, કટ એન્ડ કવર વગેરેના કામમાં અડચણ બની છે. તેથી આ પ્રકલ્પનું કામ કરતી એલ એન્ડ ટી કંપનીએ 18 સપ્ટેમ્બરના મુંબઈ મહાપાલિકાને પત્ર લખીને એ હટાવવાની પરવાનગી માગી છે. આ માહિતી મળતા જ રાણી પોદ્દારે એડવોકેટ આદિત્ય પ્રતાપ મારફત દીવાની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. એમાં તાત્કાલીક અરજી કરીને કંપનીને પરબ હટાવવાની કોઈ પણ કાર્યવાહીથી રોકવી એવી વિનંતી પોદ્દારે કરી હતી.

જજ એસ.પી.પોંક્ષેની સમક્ષ પોદ્દારની તાત્કાલીક અરજીની સુનાવણી થઈ હતી. એ સમયે સાર્વજનિક હિતના પાયાભૂત વિકાસ પ્રકલ્પનું કામ રોકી શકાય નહીં એવો યુક્તિવાદ કરતા એના સંદર્ભના સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ચુકાદાઓ એડવોકેટ જોએલ કાર્લોસે મહાપાલિકા તરફથી કોર્ટમાં દેખાડ્યા હતા. આ પરબ 27 વર્ષથી સાર્વજનિક હિત માટે જ ચાલુ છે અને એ મહાપાલિકાની પરવાનગીથી બાંધવામાં આવી છે. એ હટાવવી હોય તો મહાપાલિકાની સભામાં આ બાબતની રજૂઆત કરીને પહેલાં ઠરાવ મંજૂર કરાવવો પડશે. આમ કર્યા વિના ફક્ત એક પત્રના આધારે મહાપાલિકા કોઈ આદેશ કાઢી શકે નહીં. પરબ હટાવવી હોય તો એ બીજે ઠેકાણે ખસેડવાની તક અમને મળવી જોઈએ એવો યુક્તિવાદ પોદ્દાર તરફથી એડવોકેટ આદિત્યએ કર્યો હતો. આખરે બંને પક્ષને સાંભળ્યા બાદ જજ કંપનીની કાર્યવાહીને સ્ટે આપવાનો નકાર આપતા પોદ્દારના દાવા પરની સુનાવણી 18 જાન્યુઆરીના રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો