તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કોરોનાના દર્દીઓ હાલત કફોડી બની રહી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ છૂપી રીતે તો કોઈ સામે આવીને તેમની આપવીતી જણાવી રહ્યા છે. આવી જ એક ઘટનાનો વિડિયો વાઈરલ થતાં ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ મામલે મહાપાલિકા કમિશનર ઈકબાલ ચહલને પત્ર લખીને સમસ્યાઓનો અંત લાવવા માગણી કરી છે. એન.એસ.સી.આઈ.ના વોરન્ટાઈન કેમ્પમાં બી.ડી.ડી. ચાલમાં રહેતી ધનલક્ષ્મી ગણેશ મયેકર અને તેની સાસુ બંને કોરોના પોઝિટિવ દર્દીઓની ફરિયાદ વિશે સોમૈયાએ જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાના કેસો ભયજનક સ્થિતિએ છે ત્યારે એક અહેવાલ મુજબ પ્રશાસનની બેદરકારીથી અનેક દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો છે. આવી જ એક કોરોના પીડિત ધનલક્ષ્મીએ વેદના વ્યક્ત કરી છે.
તેના અનુસાર 25 એપ્રિલના રોજ એનએસસીઆઈ કેમ્પમાં ઈલાજ કરાવવા આવી હતી, જયાં તેનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ જણાતાં 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. આ પછી 1 મેએ ફરી તપાસમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ 4 મેના રોજ ફરી રિપોર્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ધનલક્ષ્મીની સાસુ બીપી અને ડાયાબિટીસ જેવી બીમારી ધરાવે છે તેને પણ કોરોના પોઝિટિવ જણાતાં કેમ્પમાં રાખવામાં આવી હતી.સામાન્ય રીતે આવા પોઝિટિવ દર્દીઓને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવે છે, પરંતુ કેમ્પ તરફથી મયેકરને અને તેની સાસુને વારંવાર ઘરે જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તે એક રૂમ રસોડાના ઘરમાં રહે છે અને કેમ્પ તરફથી તેની સાસુને એક અલાયદા રૂમમાં રાખવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
તેને એક ચાર વરસની દીકરી છે અને ઘરે આવ્યા બાદ નાની દીકરી સાથે એક રૂમમાં બંને કોરોનાગ્રસ્ત દર્દીઓને અલગ રહેવું શકય નથી. આજુબાજુ ચાલમાં રહેતા કોઈને પણ તેમને કારણે તકલીફ ઊભી થાય તો તેના માટે કે ઘરે આવ્યા બાદ એક દર્દી તરીકે તેને પણ કંઈ વધુ તકલીફ થાય તો તેની જવાબદારી કોણ લેશે? સરકાર આ માટે કેમ કઈ ધ્યાન આપી રહી નથી, એવા અનેક સવાલો તેણે પૂછ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.