તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:લેડીઝ ડબ્બામાં ચોરે ધક્કો મારતાં ટ્રેનમાંથી પડીજતાં મહિલાનું મોત

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળકના જન્મ પછી નોકરીમાં પાછા જોડાવાના પહેલા જ દિવસે મોત મળ્યું

લોકલ ટ્રેનના લેડીઝ ડબ્બામાં ઘૂસેલા મોબાઈલ ચોરટાનો પ્રતિકાર કરનારી ડોંબિવલીની મહિલાને ધક્કો મારતાં નીચે પડીને મૃત્યુ થયું હતું. આ મહિલાએ બાળકીને જન્મ આપ્યા પછી ત્રણ મહિના બાદ ફરીથી અંધેરીની કંપનીમાં નોકરીમાં જોડાઈ તેના પ્રથમ દિવસે જ આ કમકમાટીજનક ઘટના બની હતી. વિદ્યાને 10 વર્ષથી ઓછી ઉંમરની ત્રણ દીકરી છે, જે બધીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ડોંબિવલીમાં વિદ્યા પાટીલ (35) પોતાના પતિ અને હાલમાં જ જન્મેલા નવજાત સાથે રહેતી હતી. તે અંધેરીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. હાલમાં જ વિદ્યાએ બાળકને જન્મ આપ્યો હતો.

ત્રણ મહિના પછી શનિવારે તે ફરી નોકરીમાં જોડાઈ તેના પહેલા જ દિવસે આ ઘટના બની હતી. સાંજે ઘરે જતી વખતે તેણે કુર્લા રેલવે સ્ટેશનથી વિદ્યાએ ડોંબિવલીની દિશામાં જતી ટ્રેન પકડી હતી.ટ્રેન કલવા સ્ટેશન પરથી છૂટતાં એક મોબાઈલ ચોરટો ચાલુ ટ્રેનમાં ચઢી ગયો હતો. તે સીધો વિદ્યા પાસે ગયો હતો અને મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિદ્યાએ પ્રતિકાર કર્યો હતો. મોબાઈલ આંચકીને ચોરટો ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે વિદ્યાએ હિંમતપૂર્વક તેને પકડી પાડ્યો હતો. જોકે ચોરટાએ વિદ્યાને જોરથી ધક્કો માર્યો હતો, જેને લઈ વિદ્યા ચાલતી ટ્રેનમાંથી રેલવે પાટા પર પડી ગઈ હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સીસીટીવી પરથી રીઢો ચોર પકડાયો
આ ઘટના પછી રેલવે પોલીસે સીસીટીવી તપાસ્યા હતા, જેમાં મોબાઈલ ચોર રીઢો ગુનેગાર હોવાનું અને તેને નામે અનેક ગુના બોલાતા હોવાનું જણાયું હતું. પોલીસે તેની મુંબઈથી ધરપકડ કરી હતી, જેને ફૈઝલ શેખ (31) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. શેખ સામે અગાઉ પણ આવા જ ગુના નોંધાયેલા છે. આથી જામીન મળ્યા પછી શેખ ફરીથી ચોરી કરવાની હિંમત કઈ રીતે કરે છે એવો પ્રશ્ન ઊઠ્યો છે.

લેડીઝ ડબ્બામાં રેલવે પોલીસ નહોતી
દરમિયાન ખરેખર તો સાંજે 6.00 વાગ્યા પછી ટ્રેનના લેડીઝ કોચમાં જીઆરપી અથવા આરપીએફ દળની મહિલા અથવા પુરુષ જવાન હોવાનું ફરજિયાત છે. આમ છતાં વિદ્યા પ્રવાસ કરતી હતી તે ડબ્બામાં પોલીસ કેમ નહોતી એવો પ્રશ્ન હવે ઉપસ્થિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...