ધરપકડ:થાણેમાં મોબાઈલ ચોરને કારણે રિક્ષામાંથી પડતાં મહિલાનું મોત

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTV ફૂટેજના આધારે પોલીસ ચોર સુધી પહોંચી શકી

થાણેમાં સોનાની ચેન અને મોબાઈલ આંચકી જનારા ચોરોએ તરખાટ મચાવ્યો છે. થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનની હદમાં બુધવારે રાતે મોબાઈલ ચોરોએ મહિલાના હાથમાંથી મોબાઈલ આંચકી લીધા પછી મહિલા રિક્ષામાંથી પડી ગઈ હતી અને એનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના તીન હાત નાકા પરિસરમાં બની હતી. આ પ્રકરણે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોબાઈલ આંચકીને બાઈક પર નાસી જનારા બે જણની પોલીસે ધરપકડ કરી હતી.

મૃતક કન્મિલા રાયસિંગ (27) નામની મહિલા મૂળ મણીપુરની છે. એ મુંબઈના કાલીના સાંતાક્રુઝ પરિસરમાં રહે છે. એની સાથે એની મિત્ર થાણેના એક મોલમાં નોકરી કરે છે. બુધવારે મોલમાંથી ઘરે જવા નીકળેલી આ બંને સહેલીઓએ કાલીના જવા માટે રિક્ષા પકડી હતી. તેમની રિક્ષા તીન હાત નાકા પાસે આવતા જ ટુવ્હીલર પર આવેલા બે આરોપીઓમાંથી પાછળ બેઠેલા આરોપીએ દોડતી રિક્ષામાં કન્મિલાના હાથમાંથી મોબાઈલ ખેંચ્યો હતો. મોબાઈલ બચાવવા માટે કન્મિલાએ પ્રયત્ન કર્યા પણ સંતુલન ખોરવાતા એ રિક્ષામાંથી નીચે પડી ગઈ હતી. એના માથામાં ગંભીર ઈજા પહોંચી. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ફક્ત દોઢ કલાકમાં જ એનું મૃત્યુ થયું હતું.

બે ચોરની ધરપકડ
આ પ્રકરણે પોલીસે વિવિધ સ્થળે સીસીટીવી ફૂટેજ તપાસ કરીને મોબાઈલ ચોરટાઓ અલ્કેશ પરવેઝ મોમિન અન્સારી (20) અને સોહેલ રમજાન અન્સારી (18)ની ધરપકડ કરી છે. બંને ભિવંડીના રહેવાસી છે. આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે. તેમણે આ રીતે વધુ મહિલાઓના મોબાઈલ ફોન લૂંટ્યા હોવાની શંકા છે, જેની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ માટે બંને આરોપીઓને કોર્ટે રિમાંડ પર રાખવાનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...