આદેશ:પ્રસૂતિ બાદ મહિલાનું મૃત્યુઃ ડોક્ટરને 21 લાખનો દંડ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાલાસોપારાની ગુજરાતી મહિલાના મૃત્યુના કેસમાં પંચનો આદેશ

દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવતી નાલાસોપારાની ગુજરાતી મહિલાની બીજી સીઝેરિયન શસ્ત્રક્રિયા કરતી વખતે જરૂરી કાળજી નહીં લીધાનો ઠપકો મૂકીને રાષ્ટ્રીય ગ્રાહક પંચે નાલાસોપારા ખાતે તાતે હોસ્પિટલના ડો. રાજેશ તાતે પર ઠપકો આપ્યો છે. આ વિશે તેમણે સંબંધિત મહિલાના કુટુંબીઓને રૂ. 21 લાખની નુકસાન ભરપાઈ આપવાનો આદેશ પણ પંચે આપ્યો છે.સીઝેરિયન પ્રસૂતિ દરમિયાન પૂરતું લોહી ઉપલબ્ધ નહીં રાખવાને લીધે અને પ્રસૂતિ પછી થયેલો રક્તસ્રાવ રોકવા માટે સમયસર જરૂરી સાવધાની નહીં લેવાની આ મહિલાનું મૃત્યુ થયું હતું.

આ પ્રકરણ રાજ્ય ગ્રાહક પંચે ડો. રાજેશ તાતેની તબીબી બેદરકારીને લીધે આ મહિલાનું મૃત્યુ થયું હોવાનો નિષ્કર્ષ કાઢ્યો હતો. તાતેએ આ મહિલાના કુટુંબને રૂ. 16 લાખ નુકસાન ભરપાઈ આપવાનો આદેશ રાજ્ય પંચે આપ્યો હતો.આ આદેશને ડો. તાતેએ રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં પડકારીને પોતાનો કોઈ દોષ નથી એવો દાવો કર્યો હતો. જોકે રાષ્ટ્રીય ગ્રાહક પંચે મૂળ ફરિયાદી અને ડો. તાતેએ રજૂ કરેલા પુરાવા, રાજ્ય પંચનો નિર્ણય અને સુપ્રીમ કોર્ટના આ સંબંધમાં અનેક ચુકાદાને ધ્યાનમાં લઈને ડો. તાતેની અપીલ ફગાવી દીધી હતી.

પંચે નુકસાન ભરપાઈની રકમ વધારીને રૂ. 20 લાખ અને રૂ. 1 લાખ ખર્ચ પેટે આ મહિલાના કુટુંબોને આગામી છ અઠવાડિયામાં આપવા જણાવ્યું છે. મયુરી બ્રહ્મભટ્ટે બીજી પ્રસૂતિ માટે ડો. રાજેશ તાતેના નાલાસોપારા ખાતેની હોસ્પિટલમાં નામ નોંધાવ્યું હતું.તેની પહેલી પ્રસૂતિ સીઝેરિયન શસ્ત્રક્રિયા દ્વારા થઈ હતી અને તેનો બ્લડ ગ્રુપ એ આરએચ નેગેટિવ હોઈ તે દુર્લભ બ્લડ ગ્રુપ છે તે વાત ડો. તાતે સારી રીતે જાણતો હતો.

આ જ રીતે પહેલી પ્રસૂતિ સીઝેરિયન થાય તો બીજી પ્રસૂતિ પણ સીઝેરિયન શસ્ત્રક્રિયા દ્વારા જ કરવી પડે છે. આ જ રીતે આવા પ્રકારની સીઝેરિયન શસ્ત્રક્રિયામાં રક્તસ્રાવ થવાની શક્યતા હોવાથી લોહીની જોગવાઈ કરવી જોઈએ તે પણ ડો. તાતે જાણતો હતો. છતાં તેવું કર્યું નહોતું એવો ઠપકો તેની પર મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...