કાર્યવાહી:ઘાટકોપરમાં પોલીસો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરનારી મહિલાની ધરપકડ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘાટકોપરની એક મહિલાએ પોલીસો અને તેમના ખબરી દ્વારા ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કરવાનો અને બાદમાં મારપીટ કરતાં ગર્ભપાત થયો હોવાનો આરોપ કર્યો હતો. આ ઘટનાને લઈ પોલીસની ભારે ટીકા થઈ હતી. ઓગસ્ટ 2020માં દુષ્કર્મ, ગર્ભપાત અને પોક્સો કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મહિલા અનૈતિક ધંધા કરતી હતી અને એક પોલીસ અધિકારીના કહેવાથી આ કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવ્યું છે, જે અધિકારી હવે ફરાર છે.પોલીસની ટીકાઓ થતાં તપાસ માટે ડીસીપી ઝોન-7ની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) એસઆઈટી)ની સ્થાપના કરવામાં આવી હતી, સઘન તપાસને અંતે ફરિયાદ ખોટી હોવાનું બહાર આવ્યું છે. આથી મહિલાની જ ધરપકડ કરવામાં આવી છે.

બે પોલીસ, તેમના એક ખબરી રિક્ષાચાલક અને અન્ય એક મળી ચાર જણે દુષ્કર્મ અને મારપીટ કરી હોવાનો આરોપ કર્યો હતો. તેમની સાથે એક મહિલા હોવાનું પણ જણાવ્યું હતું.ફરિયાદી મહિલા ઘાટકોપર પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે રહેતી હોવા છતાં પોતે ફરિયાદ કરવા ગઈ નહોતી. તે અનૈતિક વ્યવસાય કરતી હોવાનું અને વ્યક્તિગત સ્વાર્થ માટે એક પોલીસ અધિકારીની સૂચના પ્રમાણે કાવતરું ઘડીને એનજીઓ થકી ઘટનાના 58 દિવસે ખોટી ફરિયાદ દાખલ કરી હતી એવું તપાસમાં બહાર આવ્યું છે.ફરિયાદમાં 12 જાન્યુઆરી, 2020ના વિનયભંગ કરાયો હોવાનું અને 15 જાન્યુઆરીના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ, ગર્ભપાત અને તેની નાની દીકરીનો વિનયભંગ કરાયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...