તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સીએમ અને આદિત્ય વિશે વાંધાજનક પોસ્ટ કરનારી મહિલાની ધરપકડ કરાઈ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના બે નેતાઓના ટ્વિટ્સથી ભાજપનું કનેકશન બહાર આવ્યું

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે વિરુદ્ધ ટ્વિટર પર વાંધાજનક પોસ્ટ લખનાર સુનયના હોલે વિરુદ્ધ મુંબઈ સાઈબર ડિપાર્ટમેંટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી આ મહિલાની ધરપકડ કરીને એને જામીન પર છોડવામાં આવી હતી. જોકે આ મહિલાને જામીન મળે એ માટે દિલ્હી ભાજપ પ્રવક્તા તાજિંદર પાલ બગ્ગાના જણાવવાથી ભાજપ યુવા મોરચના દેવાંગ દવેએ મદદ કરી હોવાનું જણાયું છે.

છેલ્લા થોડા દિવસથી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પર તદ્દન હલકા સ્તરની ટિપ્પણીઓ ટ્વિટર પર કરવામાં આવતી હતી. ઉદ્ધવ ઠાકરેનો ફોટો એડિટ કરીને મૌલવી બની ગયા હોવાનું દેખાડવામાં આવતું હતું. આ પોસ્ટના કારણે બે સમાજ વચ્ચે તંગદિલી નિર્માણ થતી હોવાનો આરોપ એડવોકેટ ધરમ મિશ્રાએ કર્યો હતો. એ પછી સંબંધિત મહિલાની ધરપકડ કરીને એને પછી જામીન પર છોડવામાં આવી હતી. સાઈબર ડિપાર્ટમેંટ ટ્વિટર એકાઉન્ટ મોનિટર કરી રહ્યું છે અને એકાઉન્ટની ચકાસણી કરીને આગળની તપાસ કરી રહ્યો છે. જોકે સુનયના હોલેને જામીન મળવા પાછળ ભાજપ કનેક્શન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

તાજિંદર પાલ બગ્ગાએ ટ્વિટ કરીને દેવાંગ દવેને સુનયના હોલે પ્રકરણમાં ધ્યાન આપવા જણાવ્યું હતું. એ પછી દેવાગ દવેએ સંબંધિત અધિકારીઓ સાથે મારી વાત થઈ ગઈ છે એમ ટ્વિટ કરીને જણાવ્યું હતું. સુનયના હોલેના જામીન મંજૂર થયાનું દવેએ ટ્વિટ કર્યું હતું.

શિવસૈનિકો તરફથી પ્રતિસાદ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પછી શિવસેનાએ ભાજપ સાથે યુતિ તોડીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે ભેગા મળીને સત્તાની સ્થાપના કરી. ત્યારથી લઈને સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા પ્રકરણ સુધી બધી ઘટનાઓ પર પોસ્ટ થકી ટીકાટિપ્પણી કરવામાં આવતી હતી. કેટલીક પોસ્ટમાં તદ્દન હલકા સ્તરની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો કેટલીક પોસ્ટમાં મુખ્યમંત્રીનો ઉલ્લેખ તુંકારાથી કરવામાં આવ્યો હતો. એના વિરુદ્ધ શિવસૈનિકોમાં નારાજગી હતી અને એના પ્રતિસાદ પણ પડતા હતા.

અન્ય સમાચારો પણ છે...