તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીછેહઠ:મહાપાલિકા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પછી સોનુ સૂદની પીછેહઠ

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • મહાપાલિકા સમક્ષ પોતાનો પક્ષ વિગતવાર રજૂ કરીને નિર્ણયની રાહ જુએ છે

મુંબઈમાં જુહુ ખાતેના પોતાના ફ્લેટમાં કરેલા ગેરકાયદે બાંધકામ પ્રકરણે મુંબઈ મહાપાલિકાની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા અભિનેતા સોનુ સુદે પોતાની અરજી પાછી ખેંચી હતી. એના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે સોનુએ બીએમસી સમક્ષ પોતાનો પક્ષ વિગતવાર રજૂ કર્યો છે. એ હવે બીએમસીના નિર્ણયની રાહ જુએ છે.સોનુ સુદની મહાપાલિકા વિરુદ્ધની અરજી મુંબઈ હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. મુંબઈ મહાપાલિકાએ સોનુ સુદ વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે એ યોગ્ય જ છે એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. એ પછી સોનુએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

સોનુ સુદે જુહુની એક નિવાસી ઈમારતમાં વ્યવસાયિક ઉપયોગ માટે ફેરફાર કર્યા હતા. એના માટે મહાપાલિકાએ પહેલાં પણ બે વખત બાંધકામ તોડવાની કાર્યવાહી કરી હતી. પણ દરેક કાર્યવાહી પછી સોનુએ એ જ ઠેકાણે ફરીથી બાંધકામ કર્યાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી મુંબઈ મહાપાલિકા તરફથી સોનુ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ બધી કાર્યવાહી વિરુદ્ધ સોનુ સુદે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સોનુએ જુહુ ખાતેની શક્તિસાગર નિવાસી ઈમારતમાં ગેરકાયદે હોટેલ શરૂ કરી હોવાથી મહાપાલિકાના કે પશ્ચિમ વોર્ડ કાર્યાલયમાં ૈફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ અનુસાર ગયા વર્ષે 24 ઓકટોબરના મહાપાલિકાની ટીમ તરફથી ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ સમયે મંજૂર થયેલ રૂપરેખા અનુસાર જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને ઈમારતના બાંધકામમાં ગેરકાયદે ફેરફાર કરવામાં આવ્યાનો આરોપ સોનુ સુદ પર મૂકવામાં આવ્યો હતો.

વચગાળાની રાહત આપવા વિનંતી કરી હતી
મહાપાલિકાની આ નોટિસ વિરુદ્ધ સોનુએ દિવાની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોતે કોઈ અનધિકૃત અને ગેરકાયદે બાંધકામ કર્યું નથી અને પોતાની પાસે મહાપાલિકાની પરવાનગી છે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેંટ ઓથોરિટી તરફથી મંજૂરીમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનો દાવો સોનુએ અરજીમાં કર્યો છે. તેથી મહાપાલિકાએ બજાવેલી નોટિસ રદ કરવામાં આવે અને કાર્યવાહીને સ્ટે આપવામાં આવે એવો આદેશ આપતા પોતાની વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી ન કરતા વચગાળાની રાહત આપવી એવી વિનંતી પણ આ અરજીમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો