રાજકારણ:સ્થાનિક સ્તરે ચૂંટણીઓ આવતાં આઘાડીના પક્ષોમાં સત્તા સંઘર્ષ શરૂ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્તરે એકબીજા સામે ઊભા રહેવાનું અને ફોડાફોડીનું રાજકારણ ગરમાશે
  • અહમદનગરના પારનેરમાં રાષ્ટ્રવાદીએ શિવસેનાના પાંચ નગરસેવકોને ફોડ્યા

રાજ્યમાં ત્રણ પક્ષોએ એકત્ર આવીને સત્તા સ્થાપ્યા પછી નીચેના સ્તર સુધી બધા મનથી એક થશે કે કેમ એવો પ્રશ્ન આરંભથી જ પૂછવામાં આવતો હતો. તેનો ઉત્તર હવે અનેક ઠેકાણેથી મળવા લાગ્યો છે. રાજ્ય સ્તર પર ખેંચતાણ કરતાં સ્થાનિક સ્તરે ખેંચતાણ વધુ મોટી છે. આથી સ્થાનિક ચૂંટણીઓ નજીક આવશે તેમ સત્તા સંઘર્ષ સપાટી પર આવીને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો જ સ્થાનિક સ્તરે એકબીજા સામે ઊભા રહેવાનું અને ફોડાફોડીનું રાજકારણ ગરમાશે, જેનાં ચિહનો હવે દેખાવાં લાગ્યાં છે. રાજ્યની સત્તામાં સહભાગી પક્ષોને સ્થાનિક સ્તરે પણ પોતાનું અસ્તિત્વ ટકાવવાનું આવશ્યક હોવાથી તે તરફ આ પક્ષો દુર્લક્ષની ભૂમિકા લેશે તેના કોઈ નવાઈ નથી.

ઉપ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં રાષ્ટ્રવાદીમાં પ્રવેશ્યા
રાજ્યના શિવસેના સાથે સત્તામાં ભાગીદાર રાષ્ટ્રવાદીની સ્થાનિક સ્તરે અનેક ઠેકાણે ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યમાં સત્તા આવવા પૂર્વે જ અહમદનગરના પારનેરમાં શિવસેના અને રાષ્ટ્રવાદીએ જુગાડ કરીને નગરપંચાયતમાં સત્તા સ્થાપી. હવે આગામી ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે અણબનાવ વધ્યો હોઈ શિવસેનાના પાંચ નગરસેવકને રાષ્ટ્રવાદીએ ફોડી નાખ્યા છે. આથી પારનેર શહેરમાં રાષ્ટ્રવાદીનું વર્ચસ વધ્યું છે, જ્યારે શિવસેના માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે.પારનેરમાં શિવસેનાના પાંચ નગરસેવકો સનિવારે બપોરે બારામતીમાં જઈને ઉપ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં રાષ્ટ્રવાદીમાં પ્રવેશ્યા હતા. 

નગરપંચાયતમાં શિવસેનાના ફક્ત બે નગરસેવક બચ્યા
ઉપરાંત શિવસેનાના અમુક પદાધિકારીઓએ પણ રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો હતો.નગરાધ્યક્ષ વિરુદ્ધ રોષ હોવાનું કારણ અપાય છે, પરંતુ આગામી થોડા મહિનામાં નગરપંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. તે માટે આ તૈયારી માનવામાં આવે છે. થોડા દિવસ પૂર્વે રાષ્ટ્રવાદીએ આ જ રીતે જામખેડની નગરપાલિકામાં સત્તા કબજે મેળવી હતી. ફરક એટલો જ હતો કે તેમાં ભાજપના વિધાનસભ્યોને ફોડ્યા હતા, જ્યારે પારનેરમાં રાજ્યની સત્તામાં ભાગીદાર શિવસેનાના નગરસેવકો રાષ્ટ્રવાદીમાં આવ્યા છે.
અહીં નગરપંચાયતમાં 17 નગરસેવક છે. અપક્ષ ચૂંટાઈ આવેલી વર્ષા નગરે નગરાધ્યક્ષા તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તે સમયે પણ ખેંચતાણ થઈ હતી. હવે નગરપંચાયતમાં શિવસેનાના ફક્ત બે નગરસેવક બચ્યા છે.

ખેંચતાણ વધશે
રાજકીય નિરીક્ષકો કહે છે કે આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં ચૂંટણીઓ નજીક આવશે તેમ આ ફોડાફોડી વધશે. રાજ્યની સત્તામાં હાલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની કાર્યપદ્ધતિથી નારાજ છે. આથી રાજ્યમાં પણ અંદરખાને સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. તેથી સ્થાનિક સ્તરે ખેંચતાણ ઓર વધી શકે છે, એમ તેમનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...