નિયુક્તિ માટે ખેંચતાણ:ઠાકરેના કોલથી નાર્વેકર તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટના સભ્ય બની ગયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટના સભ્ય બનવા દેશભરમાંથી ખેંચતાણ

દેશના સૌથી લોકપ્રિય અને શ્રીમંત દેવસ્થાન તિરુમલા તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટના સભ્યની યાદી આંધ્ર પ્રદેશ સરકારે જાહેર કરી. આ યાદીમાં દેશભરમાંથી 24 વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાંથી આ યાદીમાં શિવસેનાના સચિવ મિલિંદ નાર્વેકરને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી પ્રતિષ્ઠિત તરીકે આંધ્ર પ્રદેશના તિરુમલા ખાતેના તિરુપતિ દેવસ્થાનની ખ્યાતિ છે. આ દેવસ્થાનના ટ્રસ્ટના સભ્યોની નિયુક્તિ માટે દેશભરમાં ખેંચતાણ ચાલે છે.

દરેક રાજ્યના મુખ્ય મંત્રી સીધા આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી સાથે સંવાદ સાધીને આ નિયુક્તિ સૂચવતા હોય છે.આ જ રીતે ઠાકરેએ આંધ્રના મુખ્ય મંત્રી અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ વાય એસ જગનમોહન રેડ્ડી સાથે ફોન પર સંવાદ સાધ્યો હતો. આ પછી મહારાષ્ટ્રમાંથી નાર્વેકરની અધિકૃત નિયુક્તિ જાહેર કરવામાં આવી છે. આંધ્ર સરકારે આ પ્રમાણે બુધવારે અધિકૃત સૂચના જારી કરીને તિરુમલા તિરુપતિ દેવસ્થાનના નવા સભ્યોનાં નામની યાદી જાહેર કરી.

નાર્વેકર આ સિવાય મુંબઈ ક્રિકેટ સંગઠનની મુંબઈ પ્રીમિયર લીગ (એમપીએલ) ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે જવાબદારી પણ છે.નાર્વેકર ઠાકરેના વિશ્વાસુ છે. જૂથ પ્રમુખથી ઠાકરેના સચિવ પછી હવે તેઓ શિવસેનાના સચિવ છે.નાર્વેકર બાળાસાહેબ ઠાકરે હયાત હતા ત્યારે તેમના બાંદરા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી ખાતે શાખા પ્રમુખ પદની મુલાકાત માટે ગયા હતા. તે સમયે ઉદ્ધવ ઠાકરેની નજર નાર્વેકર પર પડી હતી. નાર્વેકરની હોશિયારી, સંવાદ કુશળતાના ગુણોને લીધે તેમને ઉદ્ધવ ઠાકરેએ પોતાના પીએ તરીકે રાખી લીધા હતા. તે સમયથી આજ સુધી તેમણે અનેક જવાબદારીઓ પાર પાડી છે.

અન્ય સમાચારો પણ છે...