તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળબંબાકાર:આટલા ભારે વરસાદથી વિશ્વનું કોઈ પણ શહેર જળબંબાકાર થઈ શકેઃ કમિ. ચહલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 કલાકમાં 12 ઈંચ વરસાદ મેં છેલ્લાં 30 વર્ષમાં ક્યારેય જોયો નથી

5 ઓગસ્ટના ચાર કલાકમાં 12 ઈંચ વિક્રમજનક વરસાદ પડ્યો. છેલ્લાં 30 વર્ષમાં મેં આવો વરસાદ ક્યારેય જોયો નથી. આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડે તો મુંબઈ શું દુનિયાનું કોઈ પણ શહેર જળબંબાકાર થઈ જાય. બુધવારે મુંબઈના કેટલાક ભાગોમાં એક રીતે વાદળ ફાટ્યું હતું એમ મુંબઈ મહાપાલિકાના કમિશનર આઈ.એસ. ચહલે જણાવ્યું હતું.

પેડર રોડ પરના હેંગિંગ ગાર્ડન નજીક ગુરુવારે લગભગ 50 વૃક્ષો ઊખડી ગયાં હતાં. એનું નિરીક્ષણ કરવા કમિશનર ચહલ આવ્યા હતા આ નિરીક્ષણ પછી તેમણે પ્રસારમાધ્યમો સાથે વાતચીત કરી હતી. મુંબઈમાં બુધવારે કલાકના ૧૦૧ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. એક રીતે વાદળ ફાટ્યું હતું. પણ સંપૂર્ણ મુંબઈમાં એવું નહોતું. દક્ષિણ મુંબઈમાં એની ખાસ્સી અસર હતી. વાદળો બે પ્રકારના હોય જેમાંથી આ એક હતું. બુધવારે કોલાબાથી નરિમાન પોઈંટ પરિસરમાં વિક્રમજનક પડ્યો હતો. મુંબઈમાં ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો. હું 30 વર્ષથી મુંબઈમાં છુ પણ આવો વરસાદ જોયો નથી. 26 જુલાઈના પણ હું મુંબઈમાં હતો. એ સમયે પણ આવો વરસાદ જોયો નહોતો એમ ચહલે જણાવ્યું હતું.

વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. રસ્તા અને પાટાઓ પર પાણી ભરાવાથી અનેક લોકો અટવાઈ ગયા હતા. અમે રેલવે પ્રશાસન સાથે સંપર્ક સાધીને બંનેના સમન્વયથી અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મહાપાલિકાએ આ લોકોની રહેવાની વ્યવસ્થા મહાપાલિકાની સ્કૂલોમાં કરી હતી. તેમને મહાપાલિકા તરફથી ભોજન પણ આપવામાં આવ્યું. હવે મુંબઈમાં પાણી ઓસર્યા છે. તેથી વાહનવ્યવહાર પૂર્વવત ચાલુ છે. હિંદમાતા પરિસરમાં પણ પાણી ભરાયેલા નથી. બુધવારે જે.જે. હોસ્પિટલમાં પાણી ભરાયા હતા રાત્રે 10 વાગ્યા સુધી અમે પાણીને નિકાલ કર્યો હતો એવી માહિતી તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...