ચૂંટણી:મુંબઈ સાથે 18 મહાપાલિકાની ચૂંટણી માર્ચ 2022માં યોજાશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાત જાન્યુઆરી સુધી સુધારણાઓ સાથેની માહિતી મોકલવા આદેશ

મહારાષ્ટ્રમાં મુંબઈ અને ઔરંગાબાદ મહાપાલિકાને છોડતાં અન્ય 18 મહાપાલિકાની ચૂંટણી આગામી વર્ષના માર્ચમાં યોજાશે. આ માટેની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી હોવાની માહિતી સામે આવી છે. પંચે સંબંધિત મહાપાલિકાઓને 7 જાન્યુઆરી સુધી પ્લાન, અનામત, પ્રવર્ગ, અનુસૂચિત જાતિ- જમાતી પ્રવર્ગની લોકસંખ્યા અને અન્ય આંકડાવારીની માહિતી મોકલવાનો આદેશ આપ્યો છે. તેમાં ઔરંગાબાદ અને મુંબઈ મહાપાલિકાની ચૂંટણી બાબતે નિર્દેશ આપવામાં આવ્યા નથી.

આથી આ બે મહાપાલિકાની ચૂંટણી પ્રક્રિયા લંબાઈ જવાના સંકેત છે. બાકી મહાપાલિકાઓની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીના રોજ આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે.રાજ્ય ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર અવિનાશ સણસે જારી કરેલા આદેશ અનુસાર જ્યાં સુધી રાજ્ય સરકાર ત્રિસ્તરીય તપાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના નાગરિકોના પછાત વર્ગનું પ્રમાણ નક્કી નહીં કરે ત્યાં સુધી આગામી સાર્વત્રિક ચૂંટણીમાં પછાત વર્ગની બેઠક ઓપન કેટેગરીમાં ગણતરી કરીને ચૂંટણી લેવા બાબતે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

અન્ય કઈ મહાપાલિકાઓની ચૂંટણી છે
રાજ્યમાં કલ્યાણ- ડોંબિવલી, વસઈ- વિરાર, કોલ્હાપુર, નવી મુંબઈ મહાપાલિકાનો 4 જાન્યુઆરી સુધી પુનઃરચનાનો પ્લાન રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જ રીતે ઉલ્હાસનગર, સોલાપુર, અમરાવતી, અકોલા મહાપાલિકાને 5 જાન્યુઆરી સુધી મુદત આપવામાં આવી છે, જ્યારે નાશિક, નાગપુર, પુણે, પિંપરી ચિંચવડ મહાપાલિકાને 6 જાન્યુઆરી અને થાણે મહાપાલિકાને 7 જાન્યુઆરીની મુદત આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...