તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • With 25,000 Investors In Nagpur, Rs. 100 Crore Fraud, Including Chhattisgarh, Madhya Pradesh And 11 Arrested For Defrauding State Investors

છેતરપિંડી:નાગપુરમાં 25,000 રોકાણકારો સાથે રૂ. 100 કરોડની છેતરપિંડી, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિત અને રાજ્યના રોકાણકારોને ઠગનારા 11ની ધરપકડ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોભામણી રોકાણ યોજનાઓ થકી અલગ અલગ રાજ્યના 25,000 રોકાણકારો સાથે રૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી સંબંધે નાગપુરમાં 11 ઠગની ધરપકડ કરવામં આવી છે. આ કેસમાં કૌભાંડના સૂત્રધારો વિજય રામદાસ ગુરનુલે (35) અને દેવેન્દ્ર ભીમરાવ ગજભિયે (34) અને તેમના નવ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે, એમ નાગપુરના ઝોન-1ના ડીસીપી નુરૂલ હસને જણાવ્યું હતું.

બંને સૂત્રધારોએ 2015માં નાગપુરમાં જરૂરી પરવાનગીઓ વિના મેટ્રો વિઝન બિલ્ડકોન કંપનીની સ્થાપના કરી હતી. આ ચેઈન માર્કેટિંગની યોજના હેઠળ રોકાણકારોને રૂ. 3000 ભરીને સભ્ય બનવા જણાવાયું હતું. દરેક રોકાણકારને ત્રણ સભ્ય ભેગા કરવા પર કમિશન તરીકે રૂ. 730 મળશે એવી લાલચ આપી હતી. 2020માં આવી અનેક યોજનાઓ વહેતી મૂકીને મહારાષ્ટ્ર સાથે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને અન્ય અમુક રાજ્યના 25,000થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે.આરોપીઓ ઠગાઈન રકમ અલગ અલગ સ્થળે છુપાવી દીધી હતી. જેમાંથી અમરાવતીમાં ગુરનુલેના ઘરેથી રૂ. 48 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...