એલ્ગાર પરિષદ કેસ:વિલ્સનના ફોનમાં સ્પાયવેરથી ચેડાં કરાયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઈઝરાયલના ક્લાયન્ટ દ્વારા સર્વેલન્સ માટે ચૂંટવામાં આવ્યો હતો

એલ્ગાર પરિષદ કેસમાં ચળવળકર્તા રોના વિલ્સનની ધરપકડ કરવામાં આવી તેના એક વર્ષ પૂર્વે તેમના સ્માર્ટફોનમાં એનએસઓ ગ્રુપના પેગેસસ સ્પાયવેરથી ચેડાં કરવામાં આવ્યા હતા, એવું નવા ફોરેન્સિક એનાલિસિસમાં તારણ નીકળ્યું છે.કેદીઓના અધિકારના ચળવળકર્તા અને શિક્ષણશાસ્ત્રી વિલ્સનની જૂન 2018માં ધરપકડ કરવામાં આવી તેના એક વર્ષ પૂર્વેથી તેઓ સર્વેલન્સ અને ચેડા કરેલા દસ્તાવેજની ડિલિવરીના પીડિત છે, એવું વિશ્લેષણ કહે છે.

ડિજિટલ ફોરેન્સિક કંપની આર્સેનલ કન્સલ્ટિંગે જણાવ્યું કે વિલ્સનનો એપ્પલ ફોન ઈઝરાયલના એનએસઓ ગ્રુપના ક્લાયન્ટ દ્વારા સર્વેલન્સ માટે ચૂંટવામાં આવ્યો હતો અને ઘણા બધા અવસરે તેની સાથે સફળતાથી બાંધછોડ પણ કરવામાં આવી હતી. વિલ્સનના આઈફોન 6એસના બે બેકઅપ્સમાં એવું ડિજિટલ પગેરું મળ્યું છે, જે બતાવે છે કે પેગેસસ સર્વેલન્સ ટૂલથી તેમાં ચેડાં કરાયાં હતાં, જેની ટૂલની ડેવલપર ઈઝરાયલી સાઈબર સિક્યુરિટી કંપની એનએસઓ ગ્રુપ કહ્યું કે તેનું લાઈસન્સ ફક્ત સરકારી એજન્સીઓને જ આપવામાં આવે છે.

ભારત સરકારે તે એનએસઓ ગ્રુપ ક્લાયન્ટ છે કે નહીં તે વિશે સમર્થન આપ્યું નથી. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ)ના રાષ્ટ્રીય મહાસચિવ વી સુરેશે કહ્યું કે આ પૂરતા પુરાવા છે. અમે હવે આ તારણોને પ્રમાણિત કરવા બધી કાનૂની શક્યતાઓનો વિચાર કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...