તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ-નાગપુર વચ્ચેનો અતિ ઝડપી સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે તૈયાર કરતા વન્યજીવો સુરક્ષિત અને મુક્તપણે ફરી શકે એવો વિચાર પ્રથમ વખત કરવામાં આવ્યો છે. વન્યપ્રાણીઓ કુદરતી અને ડર વિના રસ્તો ઓળંગી શકે એ માટે વન ક્ષેત્રમાંથી જતા આ હાઈવે પર 295 ઠેકાણે એલિવેટેડ, અંડરગ્રાઉન્ડ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.એક્સપ્રેસ વેની રૂપરેખામાં એવો ફેરફાર કરવામાં આવ્યો છે. રસ્તો, હાઈવે ઓળંગતા વાહનો સાથે ટકરાવાથી અનેક વખત વન્યપ્રાણીઓ જખમી થાય છે કે મૃત્યુ પામે છે.
આ પ્રાણીઓ રસ્તા પર આવે જ નહીં એ માટે બહુ બહુ તો રસ્તાની કોરે બંને તરફ જાળી લગાડવામાં આવે છે પણ એના લીધે પ્રાણીઓની કુદરતી રીતે હરફર બંધ થાય છે. હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ એક્સપ્રેસ વે તૈયાર કરતા વન્યપ્રાણીઓના મુક્ત ફરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ વે લગભગ 700 કિલોમીટરનો છે અને ફક્ત 6 કલાકમાં જ મુંબઈથી નાગપુર પહોંચી શકાશે.
આ હાઈવે 14 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કુલ રસ્તામાંથી 118 કિલોમીટરનો પટ્ટો વન ક્ષેત્રમાંથી જાય છે. ભારતીય વન્યજીવ મહામંડળે ક્ષેત્રીય સ્તરે કરેલા નિરીક્ષણ અનુસાર આ પરિસરમાં નીલગાય તેમ જ ચિંકારા, સસલા, જંગલી ડુક્કર, કાળિયાર જેવા શાકાહારી પ્રાણીઓ તેમ જ જંગલી બિલાડી, દીપડા, શિયાળ, વરુ વગેરે જેવા માંસાહારી પ્રાણીઓની અવરજવર છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.