ભાસ્કર વિશેષ:લોકલ ટ્રેનના પ્રવાસીઓને નવા વર્ષથી વાયફાય સુવિધા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 165 લોકલ ટ્રેનમાં 3465 ડબ્બાઓમાં પ્રવાસીઓને હવે વાયફાયનું નેટવર્ક ઉપલબ્ધ કરાવાશે

લોકલ ટ્રેનથી પ્રવાસ કરનારા મુંબઈગરા માટે ખુશખબર છે. જાન્યુઆરી 2022થી લોકલ ટ્રેનમાં વાયફાય સુવિધા ઉપલબ્ધ થશે. 165 લોકલમાં 3465 ડબ્બાઓમાં પ્રવાસીઓને વાયફાયનું નેટવર્ક મળશે. હાલમાં મધ્ય રેલવેનાં સ્ટેશનો પર વાયફાયની સુવિધા આપવામાં આવે છે. જોકે દોડતી ટ્રેનમાં પ્રવાસીઓને હવે વાયફાયની સુવિધા મળશે.

દરેક ડબ્બામાં એક વાયફાય લગાવવાનું કામ તેજગતિથી ચાલી રહ્યું છે. જોકે આ સેવા મફત હશે કે કેમ, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.દરમિયાન રેલવેમાં એક સમયે વધુ પ્રવાસીઓ હોય છે. આથી એક સમયે વધુ પ્રવાસીઓને રેન્જ મળે તે માટે યંત્રણા વધુ કાર્યક્ષમ કરવાનું જરૂરી છે. આથી ઉચ્ચ ક્ષમતાનું વાયફાય ગોઠવવાની મધ્ય રેલવેની યોજના છે. લોકલથી પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓના મોબાઈલનું નેટવર્ક સંપર્ક ક્ષેત્રની બહાર જાય છે. આથી અનેક પ્રવાસીઓને લોકલમાં હોય ત્યારે ફોન પર બોલી શકાતું નથી. આને કારણે પ્રવાસીઓનો આ ત્રાસ ઓછો કરવા માટે લોકલમાં ઉચ્ચ ક્ષમતાના વાયફાય રાઉટર ગોઠવવામાં આવશે. છેલ્લા અનેક સમયથી રખડી પડેલો આ પ્રકલ્પ આખરે નવા વર્ષમાં પૂરો કરવામાં

પ.રેલવેમાં મફત ઈન્ટરનેટ
દરમિયાન પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે તેણે 468 સ્ટેશનો પર મફત હાઈ સ્પીડ વાય-ફાય ઈન્ટરનેટ જોડાણ પૂરું પાડ્યું છે. આ માટે આશરે 4254 રુટ કિમી સુધી ઓપ્ટિકલ ફાઈબર કેબલની ગોઠવણી કરી છે. તેમાંથી 88.31 ટકા કામ પૂરું થયું છે. આમાં મુંબઈ ડિવિઝનના 90 સ્ટેશન વડોદરા 72, રતલામ 99, અમદાવાદ 88, રાજકોટ ડિવિઝન 50 સ્ટેશન, ભાવનગર ડિવિઝન 70 ડિવિઝનનો સમાવેશ થાય છે.

રેલટેલ આ વાય-ફાય સેવા પૂરી પાડે છે
રેલવેની મિની રત્ન પીએસયુ રેલટેલ દ્વારા રેલવાયર બ્રાન્ડ નામ હેઠળ અત્યાધુનિક વાય-ફાય પૂરું પાડી રહી છે. તેણે દેશનાં 6070થી વધુ સ્ટેશનો પર હમણાં સુધી આ સુવિધાનો અમલ કર્યો છે, જે દુનિયામાં સૌથી વિશાળમાંથી એક છે. ભવિષ્યમાં બધાં સ્ટેશનોને વાયફાય યુક્ત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...