નિર્ણય:મહારાષ્ટ્રમાં વિધવા પ્રથા બંધઃ સન્માનથી જીવવાનો અધિકાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંકુ લુસવું, હાથની બંગડીઓ તોડવી, મંગલસૂત્ર કાઢવા જેવી પ્રથાઓને જાકારો

કોલ્હાપુર જિલ્લાની હેરવાડ ગ્રામપંચાયતે વિધવા પ્રથા બંધ કરીને રાજ્ય સમક્ષ ઉતમ ઉદાહરણ રાખ્યું છે. આ પગલાંને અનુસરતા રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં વિધવા પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે. હેરવડ ગ્રાપંચાયતના ઠરાવનું રૂપાંતર હવે સરકારી આદેશ એટલે કે જીઆરમાં કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની તમામ ગ્રામપંચાયતોએ વિધવા પ્રથા બંધ કરવા માટે હેરવાડ ગ્રાપંચાયતનું અનુકરણ કરવું એવો સરકારી પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

ભારત આધુનિક દેશ તરીકે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે પતિના મૃત્યુ પછી પત્નીના કપાળેથી કંકુ લુસવું, હાથની બંગડીઓ તોડવી, મંગળસૂત્ર તોડી નાખવું, પગના જોડાં કાઢી નાખવા જેવી પ્રથાઓ પાળવામાં આવે છે. આવી પ્રથાઓ બંધ કરવાનો નિર્ધાર હેરવાડ ગ્રામપંચાયતના ગ્રામવિકાસ અધિકારી પલ્લવી કોળેકર અને સરપંચ સુરગોંડા પાટીલ સહિત ગામના બધા લોકોએ ભેગી મળીને લીધો. હવે સરકારે વિધવા પ્રથા બંધ થાય એ માટે ગ્રામપંચાયતે કામ કરવું એવી હાકલ સરકારી પરિપત્રમાં કરવામાં આવી છે. આ પ્રથા બંધ કરવાનો ઠરાવ કરનાર હેરવાડ ગ્રામપંચાયતના સરપંચ પાટીલ અને ગ્રાવિકાસ અધિકારી કોળેકરે ઘણી મહેનત કરી.

ગ્રામવિકાસ વિભાગની મહેનત
વિધવા મહિલાઓને બીજી મહિલાઓની જેમ જ સન્માનથી જીવવાનો પૂર્ણ અધિકાર છે. વિધવા પ્રથાનું પાલન થતું હોવાથી માનપૂર્વક જીવન જીવવાનો માનવી તેમ જ બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થાય છે. તેથી ભવિષ્યમાં મહિલાઓના અધિકાર ઝુંટવાય નહીં એ માટે ગ્રામવિકાસ વિભાગ આગળ આવ્યો છે. રાજ્યની તમામ ગ્રામપંચાતોને હેરવાડનું અનુકરણ કરવાની હાકલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...